________________
પામે છે અને આયુ પૂર્ણ થતાં મનાદિ યોગનો નિરોધ થઈ, સર્વ કર્મક્ષય થતાં સિદ્ધત્વ પામે છે.
ગ્રંથકારે આ શ્લોક દ્વારા સાધકની વિકાસલક્ષી ગુણ શ્રેણિને યુક્ત અવસ્થાઓ દર્શાવી છે. તત્ત્વની રુચિ દ્વારા સમ્યક્ત પામી ચોથા ગુણસ્થાનથી ક્રમે કરીને ચૌદમાં ગુણસ્થાનક વડે અંતરાત્મા જ સ્વયં પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે તેનું રહસ્ય પ્રગટ કર્યું
[९१३] आत्ममनोगुणवृत्ती, विविच्य यः प्रतिपदं विजानाति ।
कुशलानुबन्धयुक्तः, प्राप्नोति ब्रह्मभूयमसौ ॥ २५ ॥ મૂલાઈ જે પુરુષ આત્મા અને મનના ગુણોની વૃત્તિઓને દરેક પદે વિવેચન કરવાપૂર્વક જાણે છે, કુશળ અનુબંધે કરીને યુક્ત એવો તે પુરુષ બ્રહ્મપણાને પામે છે.
ભાવાર્થ : અંતરાત્મ સ્વરૂપ વિવેકી મહાત્માઓ આત્મા અને મનના તમસ, રજસ, અને સાત્વિક આદિ ગુણોની પ્રકૃતિ જાણીને જે જે ગુણસ્થાને જેનું સ્થાપન કરવાનું છે, તેમાં નિપુણ છે. વળી હેય ઉપાદેયના વિવેક સહિત આગળની ભૂમિકાને સાધ્ય કરે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા અને અન્ય પદાર્થોનો વિવેક પ્રાપ્ત કરીને સ્વયં બ્રહ્મસ્વરૂપમાં લીન થાય છે. [९१४] ब्रह्मस्थो ब्रह्मज्ञो, ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् ।
ब्रह्मविदां वचसापि, ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥ મૂલાર્થ :બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે તેમાં શું આશ્ચર્ય ? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ.
ભાવાર્થ : જે શુદ્ધ જ્ઞાન ઉપયોગ વડે પરમાત્મ સ્વરૂપે રહ્યો છે. તે સ્વયં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, એવા આત્મજ્ઞાનીઓના ઉપદેશ વચનથી અમે પણ શુદ્ધ ચૈતન્યનો આનંદ અનુભવીએ છીએ. દીવે દીવો પ્રગટે તેમ. બ્રહ્મસ્વરૂપ પુરુષના, આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા રાખી યોગીઓ કહે છે કે અમે પણ બ્રહ્મસ્વરૂપ થઈએ
છીએ.
અનુભવાધિકાર : ૪૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org