________________
[९१०] विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः ।
आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२ ॥ મૂલાર્થ : જ્યારે વિષયો અને કષાયોનો આવેશ થાય છે, તત્ત્વને વિષે અશ્રદ્ધા થાય છે, ગુણ પર દ્વેષ થાય છે, અને આત્માનું અજ્ઞાનપણું હોય છે, ત્યારે બાહ્યાત્મા સ્પષ્ટ થાય છે.
ભાવાર્થ : આ પ્રમાણે બહિરાત્મપણાની દશા જણાવે છે કે અહો ! પરમાત્મસ્વરૂપ સત્તાવાળો આત્મા અજ્ઞાનવશ વિષય કષાયથી પરાજિત થાય છે, ત્યારે વળી તેને તત્ત્વની શ્રદ્ધા ક્યાંથી થાય ? અને રત્નત્રય જેવા ગુણો પ્રત્યે રૂચિ પણ કેમ થાય ? આવો જીવ અંતરાત્મભાવને ચૂકીને કેવળ બહિરાત્મપણાને પામીને પરિભ્રમણ કરે છે.
[૧૧૧] તત્વશ્રદ્ધાજ્ઞાનં, મહાવ્રતન્યપ્રમાપરતા ૨ |
मोहजयश्च यदा स्यात्, तदान्तरात्मा भवेद्वयक्तः ॥ २३ ॥ મૂલાર્થ : જ્યારે તત્ત્વ પર શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, મહાવ્રતો, અપ્રમાદીપણું તથા મોહનો જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે.
ભાવાર્થ : બહિરાત્મપણાને ત્યજીને જે જીવ અંતરાત્મપણું પામે છે, તેની ઉત્તમ દશા હોય છે. સૌ પ્રથમ તેને સર્વજ્ઞના કહેલાં તત્ત્વો પર રુચિ થાય છે, રુચિ શ્રદ્ધાના બળે તે આત્મજ્ઞાન પામે છે. વિકસતી દશામાં વ્રતો કે મહાવ્રતોને ધારણ કરે છે અને સર્વ સંગ પરિત્યાગ કરી અપ્રમાદપણે રહી મોહનો ક્ષય કરવા ઉદ્યમી થાય છે, તે અંતરાત્મા છે.
[૧૨] જ્ઞાન વહંસનું, યોનિરોધઃ સમગ્રર્મતિઃ ।
सिद्धिनिवासश्च यदा, परमात्मा स्यात्तदा व्यक्तः ॥ २४ ॥
મૂલાર્થ : જ્યારે કેવળજ્ઞાન, યોગનો નિરોધ, સમગ્ર કર્મનો ક્ષય અને મોક્ષમાં નિવાસ થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ભાવાર્થ : આ પ્રમાણે પરમાત્મપણાની સર્વોચ્ચ દશા જણાવી છે કે અંતરાત્માપણે પ્રગટેલો દીવો ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન
Jain Education International
૪૩૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org