________________
અંધકારનો લય થાય છે. ઉપર કહ્યા તે દોષોનાં ક્ષીણ થવા જેના ચિત્તમાં સમતા પેદા થઈ છે તેવા યોગીજનોમાં જ્ઞાનરૂપ પ્રકાશ પ્રગટે છે.
ભાવાર્થ મન નિર્વિકાર થતાં આત્માનું સહજ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ પામે છે, અર્થાત પ્રગટ થાય છે. ત્યારે મોહ અને અજ્ઞાન નાશ પામે છે, કારણ જ્ઞાનના પ્રગટવાથી અંધકાર સમા તે શત્રુઓ ટકી શકતાં નથી. [९०८] बाह्यात्मनोऽधिकारः, शान्तहदामन्तरात्मनां न स्यात् ।
परमात्माऽनुध्येयः, सन्निहितो ध्यानतो भवति ॥ २० ॥ મૂલાર્થ શાંત હૃદયવાળા અંતરાત્માને બાહ્ય આત્માનો અધિકાર (અવરોધો હોતો નથી. અને ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના ધ્યાન વડે તેને સમીપવર્તી થાય છે.
ભાવાર્થ : જગતના પ્રપંચથી મુક્ત એવા શાંત ચિત્ત યોગીને અહીં બહિરાત્મક ભાવ હોતો નથી, તે જ તેની ફળશ્રુતિ છે. તે યોગી શાંત હૃદયવાળા થઈ અંતરાત્મપણાને પામી શુદ્ધ ચૈતન્યના ધ્યાનથી પરમાત્મપદની સમીપ જાય છે. આમ જીવ બહિરાત્મભાવને ત્યજી અધ્યાત્મ રસ દ્વારા અંતરાત્મપણાને પામે છે. ત્યારે પરમાત્માના ધ્યાન વડે સ્વયં પરમાત્મસ્વરૂપ થાય છે. [९०९] कायादिर्बहिरात्मा, तदधिष्ठातान्तरात्मतामेति ।
અને શેષોપ, પરમાત્મા વર્તિતસ્તબ્લેઃ | ૨૦ | મૂલાર્થ શરીરાદિક બાહ્યાત્મા છે, તેમનો અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે, તથા સમગ્ર ઉપાધિ રહિત એવો આત્મા તે પરમાત્મા છે, એમ આત્મજ્ઞાનીઓએ કહ્યું છે.
ભાવાર્થ અર્થાત દેહમાં આત્મબુદ્ધિવાળો બહિરાત્મા છે, આત્મામાં રધિષ્ઠિત સાભિભૂત તે અંતરાત્મા છે અને સમગ્ર ઉપાધિરહિત શુદ્ધાત્મા પરમાત્મા છે. યોગીઓનું ચિત્ત પરમાત્મા સન્મુખ થયેલું છે, જેથી સ્વયં પરમાત્મસ્વરૂપને પામે છે.
અનુભવાધિકાર : ૪૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org