________________
ભક્તિ સંયમ સ્વાધ્યાય જેવા ઉપાયો ઇષ્ટ છે. ભલે ભોગાદિથી ચંચળતા હો પણ તેનાથી દૂર રહેવાના ઉપાયો ઉપકારક છે. [o૦૦] વચનાનુષ્ઠાનાત, યાતાયાત 7 સાતિવારવિ।
चेतोऽभ्यासदशायां, गजाङ्कुशन्यायतोऽदुष्टम् ॥ १२ ॥ મૂલાર્થ : શાસ્ત્રના અનુષ્ઠાનમાં રહેલું મન જોકે ગમન-અગમન કરવાથી અતિચાર સહિત થયેલું હોય તો પણ તે અભ્યાસ દશામાં ગજાંકુશના દૃષ્ટાંતવડે અદૂષિત છે.
ભાવાર્થ : શાસ્ત્રવિહીત પ્રીતિ, ભક્તિ અને સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનોવાળું ચિત્ત કદાચ ગમનાગમનના દોષવાળું હોય તો પણ જેમ હાથી અંકુશ વડે વશ રહે છે, તેમ ચંચળ મન પણ અભ્યાસ વડે યોગીઓને તે માર્ગાનુસારી પરિણામવાળું થાય છે. અર્થાત્ માર્ગને વિષે જ રહે છે.
[९०१] ज्ञानविचाराभिमुखं, यथा यथा भवति किमपि सानन्दम् । अर्थैः प्रलोभ्य बाह्यैरनुगृह्णीयात्तथा चेतः ॥ १३ ॥ મૂલાર્થ : જેમ જેમ ચિત્ત કંઈક (ધર્મકાર્યમાં) આનંદ યુક્ત અને જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તેમ તેમ બાહ્ય પદાર્થો વડે તેને લોભ પમાડીને વશ કરવું.
ભાવાર્થ : ચિત્ત જેમ જેમ જ્ઞાનાદિમાં કે રત્નત્રયના ધર્મભાવનાં સન્મુખ થતું જાય તેમ તેમ તેને શુભ આલંબનમાં જોડીને ધર્મકાર્યમાં વિશેષ પ્રવૃત્ત કરવું. મનની ગતિ અતિ ચંચળ છે. જો તેને કોઈ શુદ્ધ અવલંબનના દોરડે બાંધવામાં આવે તો તે તે અવલંબનમાં લીનતા સાધકને મુક્તિ સુધી સાથ આપે છે.
[૬૦૨] અમિરુપનિનપ્રતિમાં, વિશિષ્ટપવાવવર્ણત્વનાં ચ । पुरुषविशेषादिकम-प्यत एवालम्बनं ब्रुवते ॥ १४ ॥
મૂલાર્જ ઃ એ જ કારણથી સુંદર જિન પ્રતિમાને, વિશિષ્ટ પ્રકારના પદ, વર્ણ અને વાક્યની રચનાને તથા વિશેષ પ્રકારના પુરુષ વિગેરેને પણ આલંબનભૂત કહેલા છે.
ભાવાર્થ : શુભ અવલંબનો દ્વારા મનનો નિગ્રહ કરી શકાય છે
૪૩૪ અનુંસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org