________________
તે માટે મનોહારિણી જિન પ્રતિમા, તેના ગુણો અને વર્ણની સ્તુતિ આલંબનભૂત કહ્યા છે. વળી સત્ પુરુષોના વચનબોધની સ્મૃતિ અને ચિંતન તથા તે મહાપુરુષોના જીવન-પ્રસંગો સાધકને આલંબનભૂત
[९०३] आलम्बनैः प्रशस्तैः, प्रायो भावः प्रशस्त एव यतः ।
રૂતિ સાતવનયોજી, મનઃ શુમાન કથા | 9 મૂલાર્થ : જેથી કરીને પ્રશસ્ત આલંબનો વડે પ્રાપ્ત કરીને પ્રશસ્ત ભાવ જ થાય છે. તેથી કરીને આલંબનના ખપવાળા યોગીએ મનને શુભ આલંબનવાળું કરવું.
ભાવાર્થ: આથી પૂર્ણતા પામતા પહેલાં યોગીઓએ આલંબનની આવશ્યકતા અનુસાર તે ગ્રહણ કરવા, યદ્યપિ આલંબન એ પર દ્રવ્ય છે. છતાં આલંબનો શુદ્ધ હોવાથી સાધકને અંતઃકરણની શુદ્ધિમાં સહાય કરે છે. નિરાલંબ સ્થિતિમાં સાધક પ્રવેશ કરે છે, ત્યારે તે તે આલંબનો છૂટી જાય છે અને સાધક સ્વાવલંબન વડે કાર્ય સિદ્ધ કરે છે. [९०४] सालम्बनं क्षणमपि, क्षणमपि कुर्यान्मनो निरालम्बम् ।
इत्यनुभवपरिपाकादाकालं स्यानिरालम्बम् ॥ १६ ॥ મૂલાર્થ : મનને ક્ષણવાર આલંબનવાળું કરવું અને ક્ષણવાર આલંબન રહિત કરવું. એમ કરતાં કરતાં અનુભવનો પરિપાક થવાથી મન જિંદગી પર્યત આલંબનરહિત થાય છે.
ભાવાર્થ : યોગાભ્યાસીઓએ આલંબન લઈને પણ ક્ષણવાર આલંબનરહિત થવાનો અભ્યાસ કરવો. પુનઃ પુનઃ એમ કરતા મનની સ્થિતિ યોગ્ય થવાથી આલંબનરહિત થઈ જાય છે. પ્રારંભમાં કોઈ પર દ્રવ્યનું અવલંબન લેવાથી ચિત્ત તેમાં એકાગ્ર થાય છે. વળી પાછું ચિત્ત વિષયને છોડી દે છે. પરંતુ પુનઃ પુનઃ એમ અભ્યાસ કરવાથી મન એકાગ્ર થાય છે. [९०५] आलम्ब्यैकपदार्थं, यदा न किञ्चिद्विचिन्तयेदन्यत् ।
अनुपनतेन्धनवह्निव-दुपशान्तं स्यात्तदा चेतः ॥ १७ ॥
અનુભવાધિકાર
અરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org