________________
ધ્યાનને યોગ્ય બનતું નથી. માટે યોગીઓને એ ત્રણ દશા ત્યાજ્ય છે. પરંતુ ચોથી એકાગ્રતા પામેલું અને સર્વ વિકલ્પોથી નિવૃત્ત થયેલું ચિત અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ નામની ચિત્તની અવસ્થાઓ ઉપાદેય છે. સાધકને માટે સમાધિમય, સ્વરૂપમય છે. [८९८] योगारम्भस्तु भवे-द्विक्षिप्ते मनसि जातु सानन्दे ।
ક્ષિણે મૂઢ વાસ્મિનું, ચુસ્થાને મતિ નિયમેવ | ૧૦ | મૂલાર્થઃ કદાચ વિક્ષિપ્ત મન આનંદવાળું થયું હોય તો તેમાં યોગનો આરંભ થઈ શકે છે, પણ આ મન સિત અને મૂઢ હોય તો અવશ્ય વ્યુત્થાન જ થાય છે.
ભાવાર્થ જો વિલિત મન મિશ્ર દશાને બદલે નિર્દોષ પ્રસન્નતાવાળું બને તો કદાચ સમાધિની પ્રાપ્તિના ઉપાયોનો ત્યાં આરંભ થઈ શકે પરંતુ ક્ષિત અને મૂઢ દશામાં યોગનો આરંભ થતો નથી. ત્યાં તો મન કેવળ વિષયાકાર થઈ બહારના પદાર્થોમાં કે વિષયોમાં ભમતું જ રહે છે. તે પતનને પામે છે. [८९९] विषयकषायनिवृत्तं, योगेषु च सञ्चरिष्णु विविधेषु ।
गृहखेलबालोपम-मपि चलमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥ મૂલાર્થ : વિષયો અને કષાયોથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના યોગોને વિષે ગમન કરનારું અને ગૃહના આંગણામાં ક્રીડા કરતાં બાળક જેવું મન ચપળ હોય તો પણ અભ્યાસ દશામાં તે ઈષ્ટ
ભાવાર્થ : વિષય કષાયોથી નિવૃત્ત થયેલું, મોક્ષના માર્ગના ઉપાયોને આરાધનાર મન કદાચ ચંચળ દશામાં હોય તો પણ અભ્યાસકાળમાં યોગસાધના માટે યોગીઓને ઈષ્ટ હોય છે. જેમ આંગણામાં નાનું બાળક રમતું હોય તો તેને ખોવાઈ જવાનો કે કાંઈ હાનિ થવાનો ભય નથી, તેમ યોગીઓનું વિષય કષાયથી નિવૃત્ત થયેલું મન મોક્ષનું પ્રયોજનભૂત કંઈ પણ સમ્યગુ પ્રવૃત્તિ કરે, તેમાં કંઈ ચપળતાવાળું થાય તો પણ તે હાનિ કરતું નથી. અભ્યાસકાળમાં તે પ્રમાણે મોક્ષના ઉપાયો કરવા ઈષ્ટ છે અર્થાતુ
અનુભવાધિકાર : ૪૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org