________________
ભાવાર્થ : યોગીઓ ઉપરના ત્રણ મનને વિષે પ્રવૃત્તિ કરતા નથી. પરંતુ શુદ્ધ અવલંબનમાં એકાગ્ર રાખે છે. પરમાત્મ સ્વરૂપના ધ્યાવન માટે યોગી ચિત્તને અભય, અષ અને અખેદ રાખે છે. સ્વરૂપના ભાનવાળા તે યોગીઓને મરણ, સંયોગ-વિયોગ કે અન્ય પ્રકારનો ભય હોતો નથી. વળી અધ્યાત્મ સાધનામાં કોઈ અરુચિ કે થાક અનુભવતા નથી. ખેદ કે દ્વેષ જેવા ભાવોનો પરિહાર કરી કેવળ સમતાભાવને પામેલું તેમનું ચિત્ત “એકાગ્ર” કહેલું છે. [८९६] उपरतविकल्पवृत्तिक-मवग्रहादिकमच्युतं शुद्धम् ।
__ आत्माराममुनीनां, भवति निरुद्धं सदा चेतः ॥ ८ ॥ મૂલાર્થ : જેના વિકલ્પો નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને પ્રતિબંધાદિકના ક્રમથી પૃથફ થયેલું આત્મારામ મુનિઓનું જે ઉજ્વળ ચિત્ત તે નિરુદ્ધ કહેવાય છે.
ભાવાર્થ : વિકલ્પોથી રહિત નિરુદ્ધ મનવાળા યોગીજનો પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. જેમના ચિત્તમાં વિકલ્પના તરંગો ઊઠતા નથી. તેમને કોઈ દ્રવ્યથી પ્રિયતા કે અપ્રિયતાનો પ્રતિબંધ નથી. કોઈ ક્ષેત્રથી અનુકૂળ કે પ્રતિકૂળતાનો પ્રતિબંધ નથી. કાળથી કોઈ સમયનો આરાધનામાં પ્રતિબંધ નથી. ઠંડી ગરમીનો વિકલ્પ નથી. ભાવથી વિકલ્પ રહિત અપ્રતિબદ્ધપણે વિચરે છે. વળી કોઈ જીવો પ્રત્યે સ્નેહરાગ જેવું બંધન નથી. પરપદાર્થને વિષે કંઈ કરવાની કલ્પનાઓ નથી. અર્થાત્ સર્વ પ્રકારે પૃથક-અલગ થયેલું તેમનું ચિત્ત સર્વદા ઉજ્વળ પરિણામવાળું હોવાથી “નિરુદ્ધ” કહેવાય છે. [८९७] न समाधावुपयोगं, तिम्रश्चेतोदशा इह लभन्ते ।
સત્વોત્કર્ષાત સ્થમે સમાધિસુવતિશયત || ૬ | મૂલાર્થ આ સમાધિમાં પહેલી ત્રણ ચિત્તની અવસ્થા ઉપયોગને પામતી નથી. પણ સત્વના ઉત્કર્ષને લીધે, ધૈર્યને લીધે તથા અતિશય સુખને લીધે છેલ્લી બે મનની અવસ્થાઓ ઉપયોગને પામે છે.
ભાવાર્થ : ક્ષિપ્ત કેવળ બર્ણિમુખ, મૂઢ વિવેકહીન, અને વિક્ષિપ્ત એટલે કામભોગમાં કંઈક ચંચળતાવાળું ચિત્ત સમાધિને કે એકાગ્ર
૪૩૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org