________________
મૂલાર્થ : જે મન તમોગુણના બહુપણાથી વિરુદ્ધ કાર્યોમાં ક્રોધાદિ વડે નિયમિત થયેલું તથા કૃત્ય અને અકૃત્યના વિભાગે કરીને રહિત, તે મૂઢ નામનું મન કહેલું છે.
ભાવાર્થ ઃ આ શ્લોકમાં મૂઢ મનને વિશેષ પ્રકારે જણાવે છે. જે મન તમસ પ્રકૃતિને આધીન છે, તે હંમેશાં સ્વાર્થીપણામાં પોતાના જ સુખને જુએ છે. અન્યના સુખને પણ પડાવી લેવાના ઉપાય કરે છે. મને જ બધું સુખ મળવું જોઈએ તેમ માને છે, તેથી તેનાં કાર્યો પણ હિતની વિરુદ્ધ હોય છે. આમ તેની પ્રકૃતિ પણ અત્યંત આવેશવાળી હોય છે. તેનામાં કૃત્ય કે અકૃત્યનો વિવેક નથી તેવા ચિત્તને “મૂઢ” કહ્યું છે. [૨૪] સત્વોકેહિત-સુનિતાનેષ સુનિતાનેy I.
शब्दादिषु, प्रवृत्तं, सदैव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥ મૂલાર્થ : સત્ય ગુણના અધિકપણાને લીધે દુઃખના કારણોથી રહિત અને શબ્દાદિક સુખના કારણોમાં નિરંતર પ્રવૃત્તિ થયેલું જે ચિત્ત તે “વિક્ષિપ્ત” નામનું કહેવાય છે.
ભાવાર્થ : આ શ્લોકમાં વિક્ષિપ્ત નામના મનની વિશેષતા કહે છે. તમસ પ્રકૃતિમાં કોઈ ભાગ્યયોગે કંઈક મંદતા આવે. તો તેનું ચિત્ત રજસ પ્રકૃતિવાળું થઈ, કંઈક બદલાય છે. “મારું” “મારું” કંઈક શમે છે. ત્યાર પછી જો સત્વ પ્રકૃતિનો ઉત્કર્ષ થાય તો પરોપકાર જેવી વૃત્તિને કારણે તથા ચિત્તમાં કંઈક સમતા પેદા થવાની તેની આત્મભાવના વૃદ્ધિ પામે છે. આથી તેના દુઃખનાં કારણો દૂર થાય છે. જોકે હજી ભાવની મિત્રતા હોવાથી સુખ ભોગની પ્રવૃત્તિ હોય છે. છતાં હવે તેને સંસારનો ભય લાગે છે. તેવા ચિત્તને “વિલિત” કહ્યું છે. [८९५] अद्वेषादिगुणवतां, नित्यं खेदादिदोषपरिहारात् ।
सद्दशप्रत्ययसङ्गत-मेकाग्रं चित्तमाम्नातम् ॥ ७ ॥ મૂલાર્થ અદ્વેષાદિક ગુણવાળાને નિરંતર ખેદ વિગેરે દોષના પરિહારથી સમાન પરિણામને પામેલું જે મન, તે એકાગ્ર કહેલું છે.
અનુભવાધિકાર : ૪૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org