________________
ભલે, સાધક ગૃહસ્થ હોય; તે છ આવશ્યકાદિ તથા વ્રતાદિનું પાલન કરે, ત્યાર પછી વૈરાગ્ય અને સંયમની વૃદ્ધિ થતાં શુદ્ધાત્મામાં સ્થિર થાય છે. સ્વાત્માનુભવમાં લીન થઈ, અનુક્રમે ગુણશ્રેણિ પર આરૂઢ થઈ પૂર્ણસ્વરૂપને પ્રાપ્ત કરે છે. અનંતકાળ સુધી સ્વરૂપના સુખમાં જ રહે છે. પ્રબંધ ૭મો
અધિકાર ૨૦મો અનુભવાધિકાર
(અનુભવસ્વરૂપ) [ss૨] શાસ્ત્રોપર્શિતવિશા, નિતીપ્રદષાઋતુષાનું !
प्रियमनुभवैकवेयं, रहस्यमाविर्भवति किमपि ॥ १ ॥ મૂલાર્થ : શાસ્ત્ર દેખાડેલી દિશાવર્ડ જેનો અસગ્રહ, કષાય અને કલુષતા નાશ પામ્યા છે એવા પુરુષોને અનુભવ વડે જ જાણવાલાયક કાંઈક ઈષ્ટ રહસ્ય પ્રગટ થાય છે.
ભાવાર્થ: આગમશાસ્ત્રના અવલંબનથી દરેક નયોના યથાર્થ સમન્વયથી જેમના કદાગ્રહ ગળી ગયા છે, વળી જેમના અંતરંગ ક્રોધાદિ કષાયો તથા મનની મલિનતા શમી ગયા છે, તેવા ઉપશમ સ્વરૂપ પુરુષો પોતાના અનુભવથી વસ્તુસ્વરૂપના જ્ઞાન વડે આત્મહિત માટે અધ્યાત્મના રહસ્યને પ્રગટ કરે છે. [८१०] प्रथमाभ्यासविलासादा-विर्भूयैव यत्क्षणाल्लीनम् ।
વખ્યત્તળ વિશ્વન-સનમુક્તિ મનઃ સુક્ત + ૨ || મૂલાર્થ : જે રહસ્ય પ્રથમ અભ્યાસના વિલાસથી પ્રગટ થઈને ક્ષણવારમાં તલ્લીન થયેલા મનને યુવતી સ્ત્રીના મનોહર વિલાસની જેવું અત્યંત આતુરતાવાળું કરે છે.
ભાવાર્થ ઃ આવું અધ્યાત્મનું રહસ્ય અભ્યાસીઓને આત્મ સ્વરૂપમાં રમણ કરનારું થાય છે. ભોગી જીવને જેમ સ્ત્રી સંયોગનો વિલાસ આતુરતા ઉત્પન્ન કરે છે તેમ અધ્યાત્મ યોગીને અધ્યાત્મના રહસ્યો આત્મવિકાસની વૃદ્ધિ માટે આતુર કરે છે.
અનુભવાધિકાર : ૪૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org