________________
યોગ આવે છે. જેમાં આત્મ સામર્થ્યની વિશેષતા છે. ત્યાં શાસ્ત્રનું સ્થૂલ અવલંબન છૂટી જાય છે, અને આત્માનુભવરૂપ જ્ઞાનયોગનું અવલંબન રહે છે. આ સામર્થ્યયોગનું સાધન સિદ્ધપદ સુધી લઈજાય છે. આથી સામાર્થ્યયોગ અનુભવગોચર વચનાતીત છે.
જેઓ આવા સ્વાનુભવથી રહિત છે. તેઓ અધ્યાત્મમાર્ગનો નિશ્ચય પણ કરી શકતા નથી. કેવળ બાહ્ય ક્રિયામાં રોકાઈ જાય છે. ક્યાં નયવાદમાં અટકે છે.
ધન, માન, પરિવાર, એમ અનેક પ્રકારે ઇન્દ્રિય સુખમાં જગતના જીવો આસક્ત હોય છે. તેવું સુખ મેળવવા ઘણો પરિશ્રમ કરે છે. પરંતુ નિર્દોષ આત્મિક કે સત્સુખા આકાંક્ષી કોઈ વિરલ જીવ હોય છે. કારણ કે આવું આત્મિક સત્સુખં ઇન્દ્રિયજન્ય સુખના કારણોથી તદ્દન વિપરીત છે. તેમાં આકાશ અને ગગન જેટલું અંતર છે.
આત્મિકસુખ નિજસ્વરૂપમય હોવાથી તેમાં બાહ્ય સાધનોની જરૂર નથી. તે અતીન્દ્રિય સુખ છે, જેમ જેમ તેની વૃદ્ધિ તેમ તેમ તૃપ્તિનો અનુભવ થાય. આથી બાહ્ય વિષયોની તૃષ્ણા નષ્ટ થઈ જાય છે. ત્યારે સાધકને પોતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું તેનું નિરંતર સ્મરણ રહે છે. આથી ક્રમે કરી દેવ્ય અને ભાવ કર્મો નષ્ટ થતાં આત્મા નિરાકુળ આનંદનો અનુભવ કરે છે.
અર્ચિત્ય, અનુત્પન્ન, અવિનાશી, અકલંક, અલૌકિક અને સ્વયંભુ એવા શુદ્ધાત્માનું સામર્થ્ય એવું છે કે તે પરમાત્મ સ્વરૂપમાં જ રમણતા કરીને પરમશાંતિને પામે છે. અનુભવે છે. એવી શુદ્ધ અનુભૂતિ તે મુક્તદશા છે.
-
મુમુક્ષુ, સાધક પ્રથમ સદ્ગુરુના બોધ વડે પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્રદ્ધા કરે છે, કે હું દેહાદિ પદાર્થ નથી પણ શુદ્ધાત્મા છું. ત્યાર પછી તે ભાવનું પરિશીલન કરે છે. એમ ચોથા ગુણસ્થાનથી આંશિક સ્વાત્માની અનુભૂતિ પામી. તેમાં વિશેષ કુશળ થઈ પ્રજ્ઞા વડે શુદ્ધાત્મામાં સ્થિર થઈ, આત્મા સુખનો અનુભવ કરે છે.
Jain Education International
૪૨૮
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org