________________
અનુભવાધિકાર પ્રસ્તુતિ
અનુભવ અધિકારમાં ગ્રંથકારે ચંચળ અને એકાગ્ર ચિત્તની અવસ્થાઓ દર્શાવી છે. તેમાં ચિત્તમાંથી જેમ જેમ મોહનો વિકાર નષ્ટ થાય છે. તેમ તેમ ચિત્ત સમાધિ અવસ્થાને પામે છે. સમાધિ અવસ્થાને પામેલું ચિત્ત સ્વાનુભવ વડે નિજાનંદને પામે છે.
વળી આત્મા ત્રણ પ્રકાર દર્શાવીને પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિનું રહસ્ય દર્શાવ્યું છે. કેવળ વિષયમાં ભમતા મનવાળો જીવ બહિરાત્મા છે. પરંતુ જેને સંસારની તુચ્છતા અને નિઃસારતાનો બોધ પરિણમ્યો છે તે મહાત્મા અંતરાત્મદશા પામીને અંશે સ્વાનુભૂતિ પામે છે. અને એ જ આત્મા કર્મમુક્ત થઈ પરમાત્માપણે પ્રગટ થાય છે.
વળી ગ્રંથકાર કહે છે કે અમે શુદ્ધ-પૂર્ણ આચારને પાળવા અસમર્થ છીએ તેથી ઇચ્છાયોગનું આરાધન કરશું. જોકે ઇચ્છાયોગ વિકલ્પવાળો છે. છતાં શુદ્ધ ધર્મ કરવાની સાચી અંતરંગ ઇચ્છા તે ઇચ્છાયોગ' છે. વળી આ ઈચ્છાયોગવાળો સાધક સમષ્ટિવંત છે. કૃતાર્થ છે.
ધર્મભાવનાને પ્રગટ કરવા પ્રતિક્રમણ આદિ સૂત્રોમાં પણ ઇચ્છા યોગનો સંકેત છે. ઇચ્છામિ, ઈચ્છકાર જેવા શબ્દોનો ભાવાર્થ આ ઇચ્છાયોગ છે. ઈચ્છાયોગનું લક્ષણ ચિત્તની નિર્દોષતા છે, નિર્દભપણું છે. આથી તો ગ્રંથકારે પ્રારંભમાં દંભત્યાગ અધિકારમાં સાધકને જાગૃત કરી દીધો છે. કે જો દંભ હશે તો તારી દીર્ધકાળની સાધના પણ નિષ્ફળ જશે. અને સમ્યક્ત અધિકારમાં તો કહ્યું કે સમ્યગુદર્શન વગર તારી સાધના તને પરિભ્રમણથી મુક્ત નહિ કરે. આત્મજ્ઞાન વગરનું જાણેલું સર્વ વ્યર્થ જશે.
વળી ઇચ્છાયોગ અપૂર્ણ હોવાથી અહીં પ્રમાદ પણ છે. એટલે અંશે પ્રમાદ દૂર થાય, મોહ શમે તેટલો અધ્યાત્મ વિકાસ થાય. ત્યાર પછી સાધક શાસ્ત્રયોગને પાત્ર થાય છે. અર્થાત્ આગમના બોધનું દૃઢપણું છે. શાસ્ત્રયોગથી બોધને પામીને સાધકમાં સામર્થ્ય
અનુભવાધિકાર : ૪૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org