________________
સર્વ નિયોનો પ્રવેશ છે, પણ ભિન્નભિન્ન એવા તે નયોને વિષે તે રચના નથી. કેમ કે માળામાં મણિ હોય છે પણ પૃથક પૃથક એવા મણિઓમાં તે માળા હોતી નથી.
ભાવાર્થ : જે જિજ્ઞાસુ ઉન્માદથી ઉત્પન્ન થયેલા પોતાના એકાંતિક મતને ત્યાગે છે. તે અનેકાંતવાદના રહસ્યનું પાન કરે છે, તે સિદ્ધાંતની ગૂઢતા પામે છે, તેને પછી અન્ય શાસ્ત્રોમાં રુચિ થતી નથી. જેમ માળામાં મણિ હોય છે પણ મણિમાં માળા હોતી નથી, અનેક મણિઓના ક્રમથી માળા બને છે. તેમ એક એક નયને સ્વીકારનારા વસ્તુના પૂર્ણસ્વરૂપને જાણતા નથી. પરંતુ સર્વનયોના સમન્વય વડે તે જણાય છે. [८८८] अन्योन्यप्रतिपक्षाववितथान्, स्वस्वार्थसत्यानयान् ।
नापेक्षाविषयाग्रहैर्विभजते, माध्यस्थ्यमास्थाय यः ॥ स्याद्वारे सुपथे निवेश्य हरते, तेषां तु दिगृढताम् ।
कुन्देन्दुप्रतिमं यशोविजयिनस्तस्यैव संवर्द्धते ॥ १५ ॥ મૂલાર્થ : પરસ્પર શત્રુભાવને લીધે નિષ્ફળ અને પોતપોતાના અર્થમાં સત્ય એવા નયોનો જે પુરુષ અપેક્ષા વિષયના આગ્રહ વડે મધ્યસ્થપણાનો આશ્રય કરીને વિભાગ કરે છે, તથા જે માણસ સ્યાદ્વાદરૂપી સારા માર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયોની દિમૂઢતાનો નાશ કરે છે, તે જ વિજયવંત પુરુષનું કંદ પુષ્પ તથા ચંદ્રના જેવો ઉજ્વળ યશ વૃદ્ધિ પામે છે.
ભાવાર્થ : નયોમાં અન્યોન્ય વિરોધાભાસને લીધે પરપક્ષમાં નિષ્ફળ ઠરતા છતાં પોતપોતાના પક્ષમાં સાચા ઠરતા નયોને સ્યાદ્વાદી મધ્યસ્થભાવે યોગ્ય રીતે ગ્રહણ કરે છે. અન્યોન્ય નયોની ગૌણ મુખતાની અપેક્ષાને ગ્રહણ કરે છે. તે સન્માર્ગમાં નિપુણ એવા ન્યાયમાર્ગમાં ચિત્તને સ્થાપન કરે છે. અને વિરોધાભાસનું નિવારણ કરે છે. તેવા સમ્યગૃષ્ટિવંત આત્મા નિર્મળ “યશને પામે છે. અહીં “યશ” શબ્દ વડે ગ્રંથકારે યશવિજય નામને સૂચિત કર્યું છે.
આગમ સ્તુતિ અધિકાર પૂર્ણ
૪૨૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org