________________
વિશેષ સત્તા જેવા સિદ્ધાંતો નથી. જિનાગમમાં છ દ્રવ્યો વડે યથાર્થ નિરૂપણ કરેલું છે. [८८४] यत्रानर्पितमादधाति गुणतां, मुख्यं तु वस्त्वर्पितम् ।
तात्पर्यानवलम्बनेन तु भवेद्, बोधःस्फुटंलौकिकः ॥ सम्पूर्णं त्ववभासते कृतधियां, कृत्स्नाद्विवक्षाक्रमात् ।
तां लोकोत्तरभङ्गपद्धतिमयीं, स्याद्वादमुद्रां स्तुमः ॥ ११ ॥ મૂલાર્થઃ જેને વિશે અનર્પિત વસ્તુ ગૌણપણાને પામે છે, અને અર્પિત વસ્તુ મુખ્યતાને પામે છે, તથા તાત્પર્યનું આવલંબન કર્યા વિના જ લૌકિક જ્ઞાન ફુટ થાય છે, અને કુશલ બુદ્ધિવાળા પુરુષોને સમગ્ર વિવલાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે, તે અલૌકિક રચનાની પદ્ધતિવાળી સ્યાદ્વાદ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ.
ભાવાર્થ : સપ્તભંગીયુક્ત સ્યાદ્વાવાદની શૈલીનું અમે માહાત્ય સ્વીકારીએ છીએ. તેમાં વસ્તુનું સ્વરૂપ ગૌણ અને મુખ્યપણાને પામે છે. કોઈ પદાર્થના નિરૂપણમાં અન્યોન્ય નયની મુખ્યતા અને ગૌણતા હોય છે. આવું જૈનાગમનું સ્વરૂપ તત્ત્વના જાણનારને સમજાય છે. અલ્પબુદ્ધિવાળાને વ્યામોહ ઉત્પન્ન કરે છે.
અલ્પ બુદ્ધિવાળી વસ્તુના અનેક ગુણધર્મોને સમજતો નથી. જ્યારે સમ્યદૃષ્ટિ આત્મા વસ્તુના અનેક ગુણ ધર્મનો જાણકાર હોવાથી કે શ્રદ્ધા હોવાથી સંપૂર્ણ બોધને પામે છે. જેમ કે તત્ત્વના નિર્ણય માટે નિશ્ચયનો પક્ષ કરે છે. અને સાધના માટે વ્યવહારનો પક્ષ કરી ગૌણતા અને મુખ્યતાનો સ્વીકાર કરે છે. [] આત્મીયાનુમવાથયાર્થવિષયોથુકીયમઃ |
म्लेच्छानामिवसंस्कृतं तनुधियामाश्चर्यमोहावहः ॥ व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुम्फितम् ।
तं जैनागममाकलय्य न वयं, व्याक्षेपभाजः क्वचित् ॥ १२ ॥ મૂલાર્થ : પોતાના અનુભવનો આશ્રય જ જેના અર્થનો વિષય છે એવો પણ જે જિનાગમનો ઉચ્ચક્રમ તે પ્લેચ્છોને સંસ્કૃત ભાષાની જેમ અલ્પ બુદ્ધિવાળાને આશ્ચર્ય તથા મોહ ઉત્પન્ન કરનાર છે. તેવા
૪૨૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org