________________
મૂલાર્થ : દરેક દર્શનમાં જ્ઞાનના લેશથી જેનો ક્રમ બાંધેલો છે; એવી હજારો વાર્તાઓ છે, તો પણ જિનેશ્વરના આગમમાં અત્યંત લીન થયેલું અમારું મન તે વાર્તાઓ તરફ જતું નથી, કેમ કે વસંત ઋતુમાં દરેક દિશાએ પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી ? અર્થાત્ ઘણી દેખાય છે, તો પણ આમ્રની મંજરીમાં આસક્ત થયેલો કોકિલ પક્ષી તે લતાઓ પર પ્રીતિ પામતો નથી.
ભાવાર્થ : દરેક મતમાં જ્ઞાનના અંશ વડે હજારો વૃત્તાંતો છે. છતાં પણ પૂર્વાપર અવિરોધને દર્શાવનારાં જૈન દર્શનના સિદ્ધાંતોમાં અમારી શ્રદ્ધા છે, તે ક્યારે પણ મિથ્યા થવાની નથી. કારણ કે તે દર્શનકારોનાં વિધાનો ક્યાં તો એકાંતપક્ષી છે. અને ક્યાં તો પરસ્પર વિરોધી છે. [૨] શબ્દો વા મતિરાવ વસુવા,નાતિઃ ક્રિયા વાગુદા
शब्दार्थः किमिति स्थिता प्रतिमतं, सन्देहशङ्कव्यथा ॥ जैनेन्द्रे तु मते न सा प्रतिपदं, जात्यन्तरार्थस्थितेः ।
सामान्यं च विशेषमेव च यथा, तात्पर्यमन्विच्छति ॥ १० ॥ મૂલાર્થ: શું આ આત્મા શબ્દરૂપ છે? બુદ્ધિરૂપ છે ? અર્થરૂપ છે ? દ્રવ્યરૂપ છે? જાતિરૂપ છે ? ક્રિયારૂપ છે? ગુણરૂપ છે? કે શબ્દાર્થરૂપ છે ? આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથાઓ રહેલી છે. પરંતુ જિનેન્દ્રના મતમાં તો દરેક પદે જાત્યાંતરનો અર્થ હોવાથી તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યને શોધે છે.
ભાવાર્થ : અન્ય દર્શનોમાં તો દરેક પદ-સિદ્ધાંત માટે કંઈક સંબંધ જોડવાનો હોય છે. જેમ કે આત્મા ધ્વનિરૂપ છે ? બુદ્ધિરૂપ છે ? દ્રવ્યમાત્ર છે ? મતિ, જાતિ ક્રિયા કે ગુણ સ્વરૂપ છે ? આવી સંદેહ વેદના છે. જ્યારે જિન સિદ્ધાંતમાં તો દરેક પદાર્થની વ્યવસ્થા સંદેહરહિત છે. કેમ કે પદાર્થના પરિણમનનું અને મૂળ સ્વરૂપની શુદ્ધતાનું તેમાં નિરૂપણ છે. વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ બંનેથી સિદ્ધ છે. જ્યારે અન્ય દર્શનમાં તત્ત્વની સામાન્ય સત્તા અને
આગમસ્તુતિ અધિકાર : ૪૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org