________________
સ્થાનકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધીના ભવ્ય સાધકોમાં ઉત્તરોત્તર શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે. તે સર્વ ક્રિયા અધ્યાત્મપક્ષની શ્રી તીર્થકરોએ કહી છે. [૨૬] માદારોપશિપૂર્તિ – નૌરવપ્રતિવ ઘતઃ |
__ भवाभिनन्दी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥ ५ ॥ મૂલાર્થ આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ અને ગૌરવતાના પ્રતિબંધથી ભવાભિનંદી જે ક્રિયા કરે છે તે અધ્યાત્મની વૈરિણી છે.
ભાવાર્થ : રસગૌરવ-રસવાળા ભોજનની લોલુપતા, ઉપધિસુંદર વસ્ત્ર પાત્રાદિકનો લાભ, પૂજા-ભક્તજનોને સત્કાર, ઋદ્ધિ-શિષ્યાદિકનો પરિવાર તથા અન્ય લબ્ધિઓ, પોતાના ઉત્કર્ષનો ગૌરવ વગેરેની આકાંક્ષાથી ભવાભિનંદી-એટલે સાંસારિક સુખની અભિલાષાની પ્રશંસા કરનાર જે કંઈ વ્રત, તપ કે અનુષ્ઠાન કરે તે સર્વ તેને માટે સંસારવૃદ્ધિનું કારણ બને છે. અને આત્મસ્વરૂપની શુદ્ધિના કારણરૂપ અધ્યાત્મનો વૈરી થાય છે. [૨૦] ક્ષકો તોમરતિર્લીનો મસ્તી મોવાનું શરુ |
મજ્ઞો મવામિનની ચરિતામતઃ ૬ | મૂલાર્થ : શુદ્ર લોભની પ્રીતિવાળો, દીન, મત્સરવાન, ભયવાન, શઠ માયાવી, અજ્ઞાની, અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલો એવો જીવ ભવાભિનંદી છે.
ભાવાર્થ : થોડા લાભને માટે મોટી હાનિ કરનારો તુચ્છ સ્વભાવવાળો ઘણું ધન મેળવવા અને વિષયાદિકને ઇચ્છતો લોભની પ્રીતિવાળો. અન્યનું સુખ જોઈને દુઃખી થવાવાળો દીન, અન્યની સંપત્તિને નહીં સહન કરનારો, તપસંયમ પ્રત્યે શરીરના મમત્વથી ભય પામનારો, માયાવી, તત્ત્વને વિષે અજ્ઞાન, તથા શ્રદ્ધા રહિત, નિરર્થક અને આરંભનાં અયોગ્ય કાર્ય કરનારો, જીવહિંસાદિક કાર્યમાં ઉદ્યમી, આ સર્વ લક્ષણો ભવાભિનંદીના છે. તેની કરેલી શુભ પરિણામના અભાવવાળી ક્રિયા વૈરિણી જાણવી. કારણકે તેને હજી સંસારનું પરિભ્રમણ ખારું લાગ્યું નથી. તે અનંત ભવ કરવાવાળો
ગુરુ શિષ્ય સંવાદ : ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org