________________
અને માધ્યવસ્થ ભાવનાપૂર્વક ક્રિયા કરે છે, અને વ્રત નિયમનું પાલન કરે છે. દેવગુરુના આદરવંદન કરે છે. આવશ્યક દાનાદિ ધર્મને સેવે છે. તેની ક્રિયાઓ જ્ઞાનપૂર્વકની હોય છે. તેવા આત્મશુદ્ધિને અનુસરતા તેમના જ્ઞાનક્રિયાયુક્ત શુભ પરિણામને તીર્થકર અધ્યાત્મ કહે છે. [૨૭] સામયિ થથા સર્વગ્રાષ્યિનવૃત્તિમા !
अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥ ३ ॥ મૂલાર્થ જેમ સર્વચરિત્રોને વિષે સામાયિક અનુવૃત્તિ છે, તેમ સર્વ યોગને વિષે અધ્યાત્મ અનુવૃત્તિ છે.
ભાવાર્થ હે વત્સ ! જેમ સમભાવરૂપ સામાયિક નામનું ચારિત્ર તે પછીના સામાયિક ચારિત્રોને માટે યુક્ત-પ્રધાન છે. અર્થાત એ સામાયિક રહિત છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, અને યથાખ્યાત ચારિત્રો ચારિત્ર મનાતા નથી. તે પ્રકારે અધ્યાત્મ અર્થાત્ જ્ઞાનક્રિયારૂપ શુદ્ધ પરિણામવાળું અંતઃકરણ મોક્ષસાધકના સર્વ સાધનોને વિષે યુક્ત છે. અધ્યાત્મ યોગ વિના ધર્મક્રિયા મોક્ષસાધક થતી નથી. | [૨૬] પુનર્વવિદ્ ગુણસ્થાને ચતુર્દશ !
क्रमशुद्धिमती तावत् क्रियाध्यात्ममयी मता ॥ ४ ॥ મૂલાર્થ : અપુનબંધકનામના ચોથા ગુણસ્થાનકથી (કાર્યમાં કારણનો સમાવેશ કર્યો છે.) આરંભીને ચૌદમાં ગુણસ્થાન સુધી અનુક્રમે શુદ્ધિવાળી જે ક્રિયા થાય છે, તે ક્રિયા અધ્યાત્મમયી માનેલી છે.
ભાવાર્થ : અપુનર્ધધક એટલે તીવ્રપરિણામ વડે પાપકર્મ ન કરે. આ શાસ્ત્રકારના મતે જે જીવ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયના ઉદયના અભાવથી તીવ્ર પાપકર્મના પરિણામવાળો થતો નથી તેનું અપનુબંધક ચોથું ગુણસ્થાનક હોય છે. અર્થાત્ એ જીવ આ ગુણસ્થાનકને પામે છે.
જે ઘોર સંસારનું સેવન કરનારો નથી, તથા ઔચિત્ય હોય તે આચરે છે, તે અપનુબંધક કહેવાય છે. આવા ચોથા ગુણ
૧૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org