________________
પ્રબંધ ૧લો
અધિકાર-રજો
ગુરુ શિષ્ય સંવાદ
અધ્યાત્મશાસ્ત્રનો મહિમા જાણીને શાસ્ત્રના જિજ્ઞાસુ શિષ્ય પ્રશ્ન કર્યો કે : [૨૬] ભાવ હિં તરધ્યાત્મ –મુકવર્થત /
, વત્સ યથાશાસ્ત્ર વયાને પુરસ્તવે | ૧ | મૂલાર્થ : હે ભગવાન! તે અધ્યાત્મ શી ચીજ છે કે જેનું આપ વારંવાર વર્ણન કરો છો ?
ભાવાર્થ : શિષ્ય : જ્ઞાન વૈરાગ્યાદિ વડે ઐશ્વર્યવાન એવા હે પૂજ્ય ! આપે પૂર્વે અધ્યાત્મશાસ્ત્રનું જે વર્ણન કર્યું તે શું કોઈ પદાર્થ છે? કોઈ ભાવ કે ક્રિયા છે ? તે કેવા પ્રકારનું છે?
ગુરુ : હે વત્સ ! તારી જિજ્ઞાસા ઉત્તમ છે. તું સાવધાન થઈને સાંભળજે, હું શાસ્ત્રની મર્યાદા સહિત, સિદ્ધાંત અનુસાર તને અધ્યાત્મશાસ્ત્રનું રહસ્ય કહીશ. [૨૬] તિમોદાધિકારાણા-માત્માનમથક્ય યા !
પ્રવર્તત ક્રિયા શુદ્ધો તથ્યાત્મ ગાર્નિનાઃ || ૨ | મૂલાર્થ : મોહનીય કર્મના સામર્થ્ય રહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તેને તીર્થકરો અધ્યાત્મ કહે છે.
ભાવાર્થ : અધ્યાત્મરૂપી પવિત્રતા જેને સ્પર્શી છે તે ભવ્યાત્માઓ અત્યંત ઉચ્ચ કોટિના હોય છે. જેમને મોહનીય કર્મથી ઉત્પન્ન થયેલો, સંસારના પરિભ્રમણનું મૂળ કારણ મિથ્યાત્વરૂપ પરિણામનું સામર્થ્ય નિવૃત્ત થયું છે. અર્થાત્ સાંસારિક સુખભોગની અભિલાષા રૂપ મોહ, સ્વચ્છેદાદિ દોષ, અને અજ્ઞાન જેનું મંદ થયું છે, અને સમ્યકત્વાદિ ગુણ જેનામાં પ્રગટ થયો છે, તેવા ઉત્તમ પુરુષો આત્માના સહજ સ્વરૂપની પ્રાપ્તિનો આશ્રય કરે છે. વળી તેઓ સર્વલના નિર્દોષ વચને ધારણ કરે છે, તેઓ મૈત્રી, પ્રમોદ કરૂણા
ગુરુ શિષ્ય સંવાદ : ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org