________________
ગગનચૂંબી મનાતી હોય. તેનું ઐશ્વર્ય ભલે સાગર પાર પહોંચ્યુ હોય તો પણ અધ્યાત્મસુખ પાસે તે જળકણ જેવું છે, માટે તો વિચારવાન ચક્રવર્તી પણ તે સ્વામિત્વને કે ઐશ્વર્યને ત્યજી સ્વાધીન સુખની શોધમાં નીકળ્યા હતા.
ચરમાવર્તમાં આવેલા માર્ગાનુસારી આત્માને અધ્યાત્મનો અંશ સ્પર્શે છે. ત્યારે તેને સાંસારિક પદાર્થોની તીવ્ર ઇચ્છાઓ, રાગાદિ ભાવો, તથા કષાયોની મંદતા થાય છે. અર્થાત્ દોષોની હાનિ અને ગુણોની વૃદ્ધિ થાય છે. ત્યારપછી ઉત્તરોત્તર વિકાસ થતાં અધ્યાત્મની પરાકાષ્ઠા ચૌદમા ગુણસ્થાનકે પૂર્ણતા પામે છે.
ગ્રંથકારશ્રીની કલમે લખાયેલું અધ્યાત્મ કેવી ઉચ્ચ કક્ષાનું છે ? જે મહાત્માને મોહનો વિષય નાશ પામ્યો હોય અને જે આત્માને આશ્રયીને શુદ્ધ ક્રિયા કરી અંતરાત્મામાં પ્રવર્તે તે ક્રિયાને તીર્થંકરે અધ્યાત્મ કહ્યું છે.''
આ અધ્યાત્મ કોઈ બાહ્ય ક્રિયામાં, બાહ્ય તપાદિમાં નથી રહ્યું, પરંતુ જેનો મોહ તુટ્યો છે, અને આત્મા વૈરાગ્યથી ભરપૂર થયો છે, એવી અંતરાત્મરૂપ રણમતા (ક્રિયા) તે અધ્યાત્મ છે. આનંદઘનજીના કાવ્યથી સમજીએ તો
નામ અધ્યાત્મ, ઠાણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ કંડોરે ભાવ અધ્યાત્મ ભજના જાણી, તો તેહશું ૨ઢ મંડોરે... અધ્યાત્મ એ કોરી વાત નથી, પરંતુ મહાપુરુષાર્થનું ક્ષેત્ર છે. બાહ્ય ક્રિયાનો ઘણો વિસ્તાર કરે પણ અંતરમાં મૈત્રી આદિ ભાવનાઓથી આત્મા સમભાવી ન થયો હોય તો તેવા નામ અધ્યાત્મી, અધ્યાત્મને પામતા નથી.
અધ્યાત્મ શાસ્ત્રના શબ્દબોધને જાણે પરંતુ જીવનમાં બોધ પરિણમન ન પામે તો તે સ્થાપના અધ્યાત્મ વ્યર્થ પરિશ્રમ બને છે. માટે વિશુદ્ધભાવ એ જ અધ્યાત્મનું અગ્રિમ ચરણ છે. ભાવશૂન્યતાની ફલશ્રુતિ પણ નિરર્થક છે, માટે ભાવ અધ્યાત્મને આરાધો.
Jain Education International
૧૬
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org