________________
અધ્યાત્મસાર પ્રસ્તુતિ
અધ્યાત્મ : આત્માની સમીપ, આત્માની જ અગ્રિમતાવાળું તત્ત્વ. સારવર્જિત સંસારમાં મહાત્માઓએ અધ્યાત્મના, આત્મશ્રેયના સારને પ્રગટ કરી ભવ્યજીવોને આત્મસન્મુખ કરવા કરુણા જ વરસાવી છે. અધ્યાત્મ શું છે ?
એ પ્રશ્નનો પ્રત્યુત્તર એમ આપી શકાય કે સર્વતોમુખી આત્મશ્રેયનો ઉપાય દર્શાવનાર અધ્યાત્મમાં શું નથી ? હા, તેમાં ભૌતિક જગતના કોઈ પ્રપંચો નથી, એટલે તો જગતમાં કોઈ સાર નથી જ્યારે અધ્યાત્મનું માહાત્મ્ય જીવને સારરૂપ છે.
જો કોઈ એમ કહેતું હોય કે સંસારમાં શુભયોગે સુખ છે, ભલે થોડું સુખ અને ઘણું દુ:ખ હોય, પણ સુખ છે ખરું.
ભાઈ ! આ વિધાન સાંસારિક વ્યવહારનું છે. ચૌદરાજમાં જ્યાં સંસાર છે ત્યાં એકાંતે દુઃખ કહેલું છે. જોકે આવું વિધાન જ્ઞાનીઓ જ કરી શકે કે જેમણે ભૌતિક સુખમાં પરિણામે દુઃખ જોયું. અર્થાત્ જ્યાં જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, સંયોગ અને વિયોગ હોય ત્યાં સુખ કેવી રીતે હોય ? ભલે પછી તે દેવલોકનાં સ્થાનો હોય ?
તો પછી સુખ ક્યાં છે ?
.
અધ્યાત્મરૂપ જે સ્વાધીનતા છે ત્યાં સુખ છે. અધ્યાત્મ યોગથી સુખનો પ્રારંભ થાય છે જે આત્માને સુખની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. પછી તેમાં નથી અલ્પતા થતી કે નથી વૃદ્ધિ થવાનો અવકાશ રહેતો, તે સુખ સ્વયં પરિપૂર્ણ છે.
સાંસારિક સુખ લાગણી આધારિત કે ઇંદ્રિયો અને મનને આશ્રયીને હોવાથી તેમાં સ્વાધીનતા નથી. સાચું સુખ લાગણી આધારિત નથી પરંતુ આત્માના નિર્દોષ, આનંદનું સંવેદન છે. તે અલ્પમાત્રામાં હોય તો પણ તે ઉત્તમ છે. સાંસારિક સુખ ભલે ચક્રવર્તીની છ અંકની પૃથ્વીના સ્વામિત્વનું હોય. તેમની સત્તા ભલે
ગુરુ શિષ્ય સંવાદ : ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org