________________
[૨૨] દ્યુતન્યસર્વસ્વ
गर्वज्वरविकारिणी |
एति दगुनिर्मलीभाव મધ્યાત્મપ્રથમેષનાત્ ॥ ૨૨ ॥ મૂલાર્થ ઃ કુતર્કગ્રંથના સર્વસ્વે કરીને ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જ્વરથી વિકૃત થયેલી દૃષ્ટિ અધ્યાત્મગ્રંથરૂપી ઔષધથી નિર્મળપણાને પામે છે.
ભાવાર્થ : જે ગ્રંથો કેવળ કુતર્કનું પ્રતિપાદન કરે છે, તેમાં રહેલા શ્રુત, ન્યાય, વિચાર અને તેના સર્વ અર્થ કુતર્કરૂપ છે, તેના અભ્યાસથી જેનામાં ગર્વરૂપી જ્વર પેદા થયો છે, તેને અદ્યાત્મ ગ્રંથરૂપી ઔષધ અમૃતની જેમ નિર્મળ કરે છે. માટે અધ્યાત્મ રસ પ્રતિપાદન કરતાં ગ્રંથો વડે ગર્વરૂપી વિકારથી નિર્વિકાર થવું. [૨૩] નિનાં પુત્રવારાવિ થા સંસારવૃદ્ધયે |
तथा पाण्डित्यदप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥ २३ ॥ મૂલાર્થ : જેમ ધનિક ગૃહસ્થોને પુત્રસ્રીઆદિ વગેરે સંસારની વૃદ્ધિ માટે છે. તેમ પંડિતાઈથી ગર્વિષ્ઠ થયેલાને અધ્યાત્મરહિત શાસ્ત્રો સંસારની વૃદ્ધિ માટે થાય છે.
ભાવાર્થ : અજ્ઞાનસહિત ધનવાન એવા ગૃહસ્થને પુત્ર સ્ત્રી ધન પરિગ્રહાદિકના મમત્વને કારણે જન્મમરણરૂપી સંસારની વૃદ્ધિ થાય છે. તેમ અધ્યાત્મશાસ્ત્રના બોધ રહિત ગર્વયુક્ત પંડિતાઈથી ગમે તેવા શાસ્ત્રોનું અધ્યયન કરે તો પણ તેને સંસારવૃદ્ધિનું કારણ બને છે.
[૨૪] અધ્યેતબં તવધ્યાત્મ-શાસ્ત્ર માળં પુનઃ પુનઃ । अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥ २४ ॥
::
મૂલાર્થ : તે કારણ માટે ભવ્ય જીવે અદ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો, તેનો પુનઃ પુનઃ વિચાર કરવો, તેમાં રહેલા અર્થોનું અનુષ્ઠાન કરવું, અને પાત્ર જીવને તેના અર્થ સમજાવવા.
ભાવાર્થ : ઃ પૂર્વે કહેલાં કારણોને જાણીને ભવ્ય જીવોએ અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો, પુનઃ પુનઃ મનન કરવું. તેમાં રહેલા અર્થોનું ચિંતન કરવું અને પાત્ર જીવને તેવા અર્થો સમજાવવા.
અધ્યાત્મશાસ્ત્ર માહાત્મ્ય અધિકાર પૂર્ણ
Jain Education International
૧૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org