________________
ભાવાર્થ : તત્ત્વનું એકાંત નિરૂપણ કરનાર, ચર્ચા કરનાર, સાંખ્યાદિક શાસ્ત્રના જાણનારાઓ ભુજા અને હાથની ચેષ્ટા તથા મુખના વિકાર વડે વસ્તુના હાર્દને વિપરીતપણે દર્શાવે છે. જે શ્રોતાને હિતકારક નથી. પણ અધ્યાત્મશાસ્ત્રને જાણનારા કે જે જોગના વિકાર રહિત છે, તેમની વાણી સ્વાભાવિક છે, તે શ્રોતાજનોમાં અધ્યાત્મરસને પેદા કરે છે.
[૨૦] અધ્યાત્મશાસ્ત્રહેમાદ્રિ मथितादागमोदधेः ।
भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥ २० ॥ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી હેમાદ્રિ પર્વત વડે મંથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી પંડિતોએ ઘણાં ગુણરત્નોને શું પ્રાપ્ત કર્યાં નથી ? પ્રાપ્ત કર્યાં છે.
―
ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી હેમાદ્રિ પર્વતની જેમ સ્થિરતા વડે મંથન કરીને સિદ્ધાંતરૂપી સમુદ્રમાંથી સમ્યગ્દર્શનાદિ, ક્ષમાદિ અને સંયમાદિ અનેક ગુણરત્નો પંડિતોએ શું પ્રાપ્ત કર્યાં નથી ? અર્થાત્ તે ગુણોને તેમણે ધારણ કર્યાં છે.
[૨૭] રસો મોષિઃ મે સલૂમર્થ્ય મોખનાધિ । अध्यात्मशास्त्रसेवायां रसो निरवधिः पुनः ॥ २१ ॥
મૂલાર્થ : મૈથુનને વિષે ભોગની અવિધ સુધી ૨સ રહ્યો છે. ઉત્તમ ભોજનને વિષે ભોજન કર્યા સુધી રસ રહ્યો છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રોની સેવામાં તો કોઈ અવિધ નથી.
ભાવાર્થ : મૈથુન, સેવન કરતા જીવોને તેના સેવનની ક્ષણ સુધી જ મનનો આનંદ ટકે છે, મિષ્ટાન્નાદિ ભોજન ગ્રહણ કરનારને ભોજનની વિધિ સુધી જ તેના રસનો આનંદ ટકે છે, તે ક્ષણિક આનંદ છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રનું સેવન કરવું, ભણવું, સાંભળવું, વિચારવું, મનન કરવું, તેમાંથી જે સહજાનંદરૂપી આનંદ મળે છે તે અવધિરહિત છે. તેમાંથી ઉત્પન્ન થતા કેવળજ્ઞાનને કાળ કે સ્થળની મર્યાદા હોતી નથી.
અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org