________________
અંધકારને વિષે પ્રકાશની જેમ, અને રણ પ્રદેશને વિષે ધનની જેમ આ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન દુર્લભ છે. છતાં ભાગ્યવંત જીવો તેને પામે છે. - ભાવાર્થ : આ પાંચમો આરો મોહનીય કર્મ અને અજ્ઞાન ને કારણે કલેશરૂપ કલિયુગ મનાયો છે. તેમાં અધ્યાત્મશાસ્ત્ર પ્રત્યે રુચિ કે પ્રીતિ થવી દુર્લભ છે.
જેમ નિર્જન એવા વનને વિષે નિવાસ માટે ઘર મળવું. દરિદ્રને ધન મળવું. ઘેરા અંધકારમાં પ્રકાશ મળવો, અને રણના સૂકા પ્રદેશમાં શીતળ જળ મળવું, દુર્લભ છે. છતાં પુણ્યયોગે કથંચિત્ તે વસ્તુઓ પ્રાપ્ત થાય તેમ ભાગ્ય યોગે આ દુષમ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રનો યોગ થાય છે. [१८] वेदाऽन्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् ।।
भाग्यमृद् भोगमाप्नोति वहते चन्दनं खरः ॥ १८ ॥ મૂલાર્થ : વેદ-પુરાણ વગેરે અન્ય શાસ્ત્રને ભણનાર પુરુષમાત્ર ક્લેશને જ અનુભવે છે, તેના રસને તો અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરુષ જ અનુભવે છે. જેમ ગર્દભ ચંદનના ભારને જ માત્ર વહન કરે છે, પણ તેની સુગંધરૂપી ભોગને તો ભાગ્યવાન જ પામે છે.
ભાવાર્થ : અધ્યાત્મરસ રહિત જે વેદાદિ અન્ય શાસ્ત્રો ભણનાર કેવળ તેની સ્મૃતિના ભારને વહન કરે છે. પરંતુ શાસ્ત્રના સારને તો અધ્યાત્મશાસ્ત્રને જાણનાર અનુભવે છે.
જેમ કોઈ ગર્દભ ચંદનનો ભાર ખેંચે છે. પણ તેની સુગંધના ભોગને જાણતો નથી, પણ ભાગ્યવાન તે ચંદનની સુગંધના ભોગને માણે છે. [૧૧] મુનાસિનહસ્તાસ્ય-વિજામિનયાઃ પરે !
ધ્યાત્મશાસ્ત્રવિજ્ઞાસુ વસ્યવિવૃક્ષઃ || ૧૧ . મૂલાર્થઃ સાંખ્યાદિક અન્ય શાસ્ત્રજ્ઞ ભુજાની અને હાથની ચેષ્ટા તથા મુખના વિકારી ભાવથી અભિનય કરીને બોલે છે. પણ અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ તો નેત્રાદિના વિકાર રહિત બોલે છે.
૧૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org