________________
થયા છે, તેવા ઉત્તમ સાધકને ક્રોધાદિક કષાયો કે સ્પર્ધાદિક વિષયોની ઉત્તેજના થતી નથી. મન અને ઇન્દ્રિયો મોક્ષાર્થીને વશ વર્તે છે. [] નિઃ શનિવડાતઃ ifષતાન પીડત |
यदि नाध्यात्मशास्त्रार्थ – बोधयोधकृपा भवेत् ॥ १५॥ મૂલાર્થ જો અધ્યાત્મશાસ્ત્રના અર્થજ્ઞાનરૂપી સુભટની કૃપા ન હોય તો નિર્દય એવો કામરૂપી ચંડાળ પંડિતોને પણ પીડા આપે છે.
ભાવાર્થઃ અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ જો બોધ કે જ્ઞાનરૂપે પરિણમ્યો ન હોય. અર્થાત્ અર્થજ્ઞાનરૂપી યોદ્ધાની કૃપા થઈ ન હોય તો પૂર્વસંસ્કારયુક્ત વેદ (કામ) આદિનો ઉદય થતાં નિર્દય એવી વિષય-કામરૂપી દુષ્ટવૃત્તિ પંડિતજનોને, અભ્યાસીઓને પણ પાછા પાડી દે છે. શાસ્ત્રના અર્થબોધને નિરંતર ધારણ કરવા તે વીર યોદ્ધાના પરાક્રમ જેવું છે, અને કામ પીડા જીવને હલકી વૃત્તિમાં જોડે છે તેથી તેને નિર્દય કહી ચંડાળની ઉપમા આપી છે. [9] વિષાણસમાં તૃMાં વર્ધમાનાં મનોવને !
____ अध्यात्मशास्त्रदात्रेण छिन्दन्ति परमर्षयः ॥ १६ ॥
મૂલાર્થ: પરમ ઋષિઓ મનરૂપી વનને વિષે વૃદ્ધિ પામતી વિષલતાના જેવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડાં વડે કાપી નાંખે
છે. . ભાવાર્થ : અનાદિકાળના સંસ્કારયુક્ત મનરૂપી દુર્તધ્ય વન ગાઢ અને વિસ્તીર્ણ છે, તેમાં વૃદ્ધિ પામતી વિષયોરૂપી વિષલતા કે જીવને ચારે ગતિમાં જન્મ મરણ કરાવે છે, વિષ એક વાર મારે છે પણ વિષયો તો અનેકવાર મરણ કરાવે છે, એવા વિષયોરૂપી તૃષ્ણાને ઋષિઓ ઉત્તમ મુનિશ્વરો અધ્યાત્મશાસ્ત્રરૂપી સાધન વડે – શસ્ત્ર વડે મૂળથી નાશ કરે છે. [૧૭] ને વેશ્ય, ઘનું સૌશે, તેની બ્રાન્ત, નર્ત કરી છે
दुरापमाप्यते धन्यैः कलावाध्यात्मवाङ्मयम् ॥ १७ ॥ મૂલાર્થ : વનને વિષે ઘરની જેમ, દારિદ્રને વિષે ધનની જેમ
અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org