________________
ભેદવા માટે વજ સમાન છે, અધ્યાત્મના રસાયણ દ્વારા જીવમાં ઉત્પન્ન થતો સર્વ જીવો ઉપરનો મૈત્રીભાવ સાગરમાં ભરતી લાવવા ચંદ્ર સમાન છે. અર્થાત નિષ્કપટપણાથી મૈત્રી વૃદ્ધિ પામે છે. વળી મિથ્યાત્વ, કષાય અને વેદોધ્યાદિ યુક્ત દુર્ભેદ્ય મોહ અને તેના પરિણામે ઉત્પન્ન થતાં સંકલેશજનિત પરભાવના સમૂહને નાશ કરવા માટે દાવાનળ સમાન છે. [१३] अध्वा धर्मस्य सुस्थः स्यात्पापचौरः पलायते ।
अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्चिदुपप्लवः ॥ १३ ॥ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્રરૂપી સુરાજ્યને વિષે ધર્મનો માર્ગ સુગમ હોય છે, પાપરૂપી ચોર પલાયન કરી જાય છે. અને કોઈ પ્રકારનો ઉપદ્રવ થતો નથી.
ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્ર સંસારથી સંતપ્ત થયેલા જીવ માટે સુરક્ષિત રાજ્ય સમાન છે. જે જીવ ઈન્દ્રિયના સંયમ દ્વારા, વ્રતાદિનું અધ્યાત્મ સહિત પાલન કરે છે. તેને મોક્ષસાધક રત્નત્રયરૂપ ધર્મ સહજપણે પ્રાપ્ત થાય છે. શુદ્ધ ધર્મ પ્રાપ્ત થતાં રૌદ્રધ્યાનાદિ પાપમૂલક અશુભકર્મો નાશ પામે છે, તેથી કરીને ધર્મને બાધ પહોંચાડનારા દંભાદિક આંતરિક ઉપદ્રવ થતાં નથી. વળી અધ્યાત્મમાર્ગી ધર્મને બાધક કાર્ય કરતા નથી. [१४] येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि ।
कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ॥ १४ ॥ મૂલાર્થ : જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિણામ પામ્યું છે. તેમને કદાપિ કષાય અને વિષયોના આવેશનો કલેશ થતો જ નથી.
ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રનો મુખ્ય હેતુ શો છે ? મોક્ષાર્થીને ત્યજવા યોગ્ય કષાયાદિનો ત્યાગ, સંવર નિર્જરારૂપ ધર્મનું પ્રહણ અને લેશ્યાદિકનું જાણપણું, એ પ્રમાણે તજવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય અને જાણવા યોગ્ય બોધના સ્વરૂપનું તત્ત્વ, યથાર્થ જ્ઞાન પરિણમ્યું છે. અર્થાત્ જેના મોહાદિક કષાયભાવો ઉપશાંત થયા છે, ક્ષીણ
૧૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org