________________
મૂલાર્થ : અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખવડે શોભતા યોગીજનો કુબેરને ઇન્દ્રને પણ પોતાનાથી વધુ સુખી ગણતા નથી.
ભાવાર્થ : અધ્યાત્મના સ્વરૂપનું નિરૂપણ કરનાર શાસ્ત્રનો અભ્યાસ કરતાં, લોભાદિ પ્રકૃતિનો ક્ષય થતાં, જેને નિરભિલાષપણાનું સુખ પ્રાપ્ત થયું. તેવા યોગીશ્વરો સ્થિરતારૂપ ઐશ્વર્ય અને સમૃદ્ધિ યુક્ત હોવાથી કુબેર જેવા ધનવાનને સુખી માનતા નથી. કારણકે કુબેર પણ ઇન્દ્રને આધીન છે. અને ઇન્દ્ર પણ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત છે. અધ્યાત્મયોગીઓ અત્યંત સંતુષ્ટ હોવાથી તેઓ અધ્યાત્મના સુખને પામે છે. [૧૧] ઇઃ વિનાશિક્ષિરધ્ધારાશાસ્ત્ર મિચ્છતિ .. ___उत्क्षिपत्यङ्गुली पगुः स स्वर्ट्फललिप्सया ॥ ११ ॥
મૂલાર્થ જે કોઈ મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસરહિત પંડિતાઈ ઈચ્છે છે, તે જેમ પંગુ પુરુષ કલ્પવૃક્ષના ફળની પ્રાપ્તિની ઇચ્છાએ કરીને પોતાની આંગળી ઊંચી કરી ફળ લેવા ઇચ્છે તેના જેવું
ભાવાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ રહિત કોઈ મનુષ્ય જ્ઞાની મનાવા ઇચ્છે તો જેમ પૃગુપુરુષ દેવલોકમાં રહેલા કલ્પવૃક્ષના ફળને મેળવવા પોતાની એક માત્ર આંગળી તે દિશામાં ઊંચી કરે તો તે કેવી રીતે ફળને પામે ? તેમ જેને અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી તે અધ્યાત્મના સુખને કે અનુભવને કેવી રીતે પામે ? [૧૨] Hપર્વતમ્પોનિઃ સીદવુવિક્રમ: |
અધ્યાત્મશાસ્ત્રમુત્તાન – મોહનાનીનાનઃ || ૧૨ મૂલાર્થ : અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને વજ સમાન છે. મિત્રતારૂપી સમુદ્રને ચંદ્ર સમાન છે. અને ઉત્કટ મોહરૂપી વંશજાળને દાવાગ્નિ સમાન છે.
ભાવાર્થ : અહો ! અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ કેવું છે? તેનાં રહસ્યો ચિત્તમાં રહેલા કપટ-દંભ રૂપી પર્વતને - શીલાસમૂહને
અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org