________________
છે જેનો બોધ સ્પર્યો છે, તેમાંથી કેટલાંક રહસ્યો કે જે વચન દ્વારા કહી શકાય છે, તેવાં રહસ્યોની પ્રક્રિયાયુક્તિ કહીશ. [6] યોગનાં પ્રતિવે પધાત્મરશિસ્તનું !
भोगिनां भामिनीगीतं सङ्गीतकमयं यथा ॥ ८ ॥ મૂલાર્થ : વાઘનૃત્યવાળું સ્ત્રીઓનું ગાયન ભોગી પુરુષોની પ્રીત માટે થાય છે. તેમ અધ્યાત્મરસ કરીને મનોહર એવું પદ્ય યોગીજનોની પ્રીતિ માટે થાય છે.
ભાવાર્થ : સંસારી જીવો કે જેને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દાદિ વિષય ભોગમાં પ્રીતિ છે, તેવા જીવોને વાજિંત્ર અને નૃત્યસહિત રૂપવતી સ્ત્રીઓની ભાવભંગી, ગીતમાં પ્રીતિ માટે થાય છે. તેમ મોક્ષાર્થી કે જેનામાં અધ્યાત્મરસની ભાવના છે તેમને માટે અધ્યાત્મશાસ્ત્રના રહસ્યો પ્રીતિ ઉપજાવે છે. [९] कान्ताधरसुधास्वादाधूनां यजायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ९ ॥ મૂલાર્થ : યુવાન પુરુષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે. તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થયેલા સુખ સાગર પાસે એક બિંદુ સમાન જ છે. | ભાવાર્થ : યદ્યપિ અધ્યાત્મશાસ્ત્રનાં રહસ્યોને જગતના પદાર્થના સાથે મૂલવી શકાય તેવાં નથી, પરંતુ જીવોને બોધનું કારણ થવા અત્રે કહે છે કે, ભોગી યુવાનને સ્ત્રીના ઓષ્ઠનો સ્પર્શ-આસ્વાદ અમૃત જેવો લાગે છે, તેમ અધ્યાત્મને આરાધનારા યોગીને અધ્યાત્મશાસ્ત્રનો આસ્વાદ, તે શાસ્ત્રનાં રહેલા ગૂઢાર્થનું વારંવાર ચિંતન કરવાથી પરમાનંદ ઉપજે છે, વળી ભોગીજનોનું સુખ વિનશ્વર છે. યોગીનું અધ્યાત્મભાવનું સુખ ચિર કાળ સુધી રહેવાવાળું છે. એટલે કામસુખ અધ્યાત્મ સુખની તોલે આવી શકે તેવું નથી. તે કામસુખ અધ્યાત્મના સુખસાગરની પાસે બિંદુ સમાન છે. [૧૦] અધ્યાત્મશાસ્ત્રસમૂતસતોષસુવશનિનઃ |
गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥
૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org