________________
ઋષિમુનિઓ પણ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ વડે પુરાણા કુસંસ્કારોને છેદવા સમર્થ થયા છે.
અહો ! આ કલિયુગમાં ભ્રમમાં પડેલા જીવોને દુઃખથી મુક્ત કરવામાં સાગર પાર કરવા માટે નાવ સમાન, અંધકારને દૂર કરવા માટે સૂર્યના પ્રકાશ સમાન, અરે રણભૂમિમાં ગ્રીષ્મ ઋતુકાળે શીતળ જળ સમાન આ અધ્યાત્મશાસ્ત્રો છે.
માટે હે ભવ્યાત્માઓ ! દરિદ્રીને જેમ ધનની આવશ્યક્તા છે, તેમ તારા આત્મધનને સાચવવા માટે આ અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કર.
હે સંસારમાં મગ્ન જીવો ! તમે વિચાર કરો કે વિષયનું સુખ સેવનના કામે ક્ષીણ થતું જાય છે. આહારના પ્રથમ કોળિયા જેવો સ્વાદ અંતના કોળિયા સુધી ટકતો નથી. પરંતુ આ અધ્યાત્મશાસ્ત્રનું સેવન જેમ વૃદ્ધિ પામે છે તેમ આત્માના આનંદની વૃદ્ધિ થાય
માટે સંસારના લોભામણા પ્રકારો અને પ્રસંગોથી દૂર રહી, સુખથી ભરપૂર શાંતિરસ પ્રતિપાદન, આનંદથી રસાયેલા અધ્યાત્મશાસ્ત્રોનું સેવન કરો. પ્રબન્ધ-૧ લો
અધિકાર-૧ લો અધ્યાત્મશાસ્ત્ર મહિમા
કરનારા રાજ કરનારાજ
-:-:
[७] शास्त्रात्परिचितां सम्यक्, सम्प्रदायाच्च धीमताम् ।
इहानुभवयोगाच्या प्रक्रियां कामपि ब्रुवे ॥ ७ ॥ મૂલાર્થ : આ ગ્રંથને વિષે શાસ્ત્રથી પંડિતોના સંપ્રદાયથી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી કોઈક અનિર્વચનીય એવી પ્રક્રિયાને કહું છું.
ભાવાર્થ : અહીં ગ્રંથકાર વિનયધર્મને સૂચવે છે કે પ્રથમ આ ગ્રંથ લખવામાં પરંપરાથી જે મહાનુભાવોએ તત્ત્વ પ્રગટ કર્યું છે, તેના આધારથી અને સ્વયં અનુભવ વડે વારંવાર જેનું સેવન થયું
અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org