________________
આત્માનો ધર્મ શું છે ? પુદ્ગલનો ધર્મ શું છે ? આત્મા અને કર્મને શું સંબંધ છે ?
સંસાર અને મોક્ષ ક્યારથી છે ?
સુખની પ્રાપ્તિ અને દુઃખની મુક્તિ કેમ થાય ? આ જગત સાથે મારો શું સંબંધ છે ? આવા પ્રશ્નો જ્યારે ભવ્યાત્માને ઊઠે છે, ત્યારે તેનું સમાધાન ક૨ના૨ અધ્યાત્મ શાસ્ત્રો છે. જેમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. પરંતુ જ્યારે જીવ દ્રવ્યાનુયોગમાં મૂંઝાય છે, તેની મતિ જ્યારે ગતિ નથી કરતી, ત્યારે તેને ચરણાનુયોગ ઉપયોગી થાય છે.
ચરણાનુયોગ : અર્થાત્ આચારનું જેમાં પ્રાધાન્ય છે. એ આચારમાં ક્રિયાની વિશેષતા છે. અને જીવ સ્વયં કંઈ કરે છે ત્યારે તેને સમજાય છે કે મને ધર્મ પ્રાપ્ત થયો છે. યદ્યપિ અધ્યાત્મક્ષેત્રે આચાર શુદ્ધિ એ મહત્ત્વનું અંગ છે. પંચાચારના પાલન દ્વારા જીવ અધ્યાત્મને પામે છે.
સાધક ગતાનુગતિક ક્રિયાકાંડમાં કે યુક્તિપ્રયુક્તિઓમાં ગુંચાઈ જાય ત્યારે તેને દ્રવ્યાનુયોગનો અભ્યાસ ઉપયોગી થાય છે.
કરણાનુયોગ : જેમાં કેવળ ગણિતજ્ઞ જેવા વિદ્વાનનું ગજુ કાર્યકારી થાય છે. વિશ્વની રચનાને આંકડાબદ્ધ કરનારો આ અનુયોગ કર્મ જેવા સિદ્ધાંતોની શ્રદ્ધા પરિપક્વ કરે છે. કઠિન હોવા છતાં સાધકને સ્પષ્ટતા કરનારો છે.
ધર્મકથાનુયોગ : જેમાં મહાત્માઓના જીવન ચરિત્રના વિવિધ પાસાઓને રજૂ કરી સામાન્ય જીવને પણ રોચક બને તેવા વૃત્તાંતની નિરૂપણા છે. ત્રણ યોગમાં મૂંઝાતા અભ્યાસીઓને આ અનુયોગ સરળ લાગે છે. પરંતુ જેને તત્ત્વની શ્રદ્ધા કરવી છે. અધ્યાત્મરસિક થવું છે તેને તો દ્રવ્યાનુયોગ જેવા વિષયમાં ગુરુગમ દ્વારા ડૂબકી મારવી આવશ્યક છે.
ગ્રંથકાર કહે છે કે અધ્યાત્મશાસ્ત્રના અર્થજ્ઞાનરૂપી સુભટની કૃપા હોય તો વિષયવિકારી પણ પલાયન કરી જાય છે.
Jain Education International
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org