________________
* ૨. પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિજનોનો યોગ અને બોધ. જેમના યોગબળે ભવ્યજીવો બોધને ગ્રહણ કરી અધ્યાત્મને પ્રાપ્ત કરે
છે.
૩. સર્વજ્ઞ પરમાત્માએ સમગ્ર સૃષ્ટિના સર્વ-જીવો પ્રત્યે અત્યંત કરુણા વરસાવી અહિંસારૂપ ધર્મ આપ્યો. બાહ્ય અહિંસામાં જગતમાં રહેલા ચૈતન્યનો ઉદાર ચિત્તે સ્વીકાર છે, ભાવ અહિંસામાં સ્વાત્માની શુદ્ધ ક્રિયા વડે અધ્યાત્મ ધારણ થાય છે.
૪. ધર્મ-અધ્યાત્મશાસ્ત્રો, જે ચોથા કાળમાં પણ દુર્લભ હતા. એટલે અપેક્ષાએ વિચાર કરીએ તો જેને આ સંસારરૂપી ભવાટવીને નિર્વિને પાર કરવી છે, તેને અધ્યાત્મશાસ્ત્રો મળ્યા. કહો હવે આ કાળમાં કયું સાધન બાકી રહે છે !
ચેતન ! જાગો જાગો, આવો અવસર ક્યાં મળશે !
આવા દુષમકાળમાં પણ આત્મવિકાસની ક્રાંતિ અને શાંતિ બંને પામવા હશે તો તે અધ્યાત્મશાસ્ત્રો દ્વારા જ થશે. ગમે તેવા દુર્ગમ માર્ગને શાસ્ત્રો અંગુલી નિર્દેશ કરી હસ્તામલકવત્ દર્શાવે છે.
અધ્યાત્મ અભિમુખ કરનાર એ શાસ્ત્રો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે. આત્મા સાથે શબ્દનું ભાવથી જોડાણ કરે તે અનુયોગ
૧. દ્રવ્યાનુયોગ ઃ ગહન અને ગંભીર છે, આ શાસ્ત્રો આત્માના અસ્તિત્વ આદિ, નિત્યાનિત્ય જેવા અનેક ધર્મોની સૂક્ષ્મતા દર્શાવનારા હોવાથી, સામાન્ય જીવો મૂંઝાય છે. છતાં જ્ઞાનની વૃદ્ધિ કરનાર તે શાસ્ત્રો છે. તેથી બુદ્ધિમાનોએ ધનાદિની ગૌણતા કરી, બધી જ બુદ્ધિ શક્તિને તેમાં લૂંટાવી ન દેતાં આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો તે તત્ત્વ પામવાનું, અને તરી જવાનું સાધન છે. સ્વના અને પરના ભેદનો વિનય કરાવનાર સમ્યગુ શ્રદ્ધાને જન્મ આપનાર દ્રવ્યાનુયોગ અધ્યાત્મનો જનક છે.
અધ્યાત્મશાસ્ત્ર જીવને જાગતો અને પૂછતો કરી દે છે. હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ?
અધ્યાત્મશાસ્ત્ર મહિમા : ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org