________________
માયાભાશાસ્ત્ર પ્રતિ
S
અધ્યાત્મશાસ્ત્રનો જીવો પર મહાન ઉપકાર છે. મોક્ષના દ્વારભૂત છે. अर्हद्वक्त्रप्रसूतं गणधर रचितं, द्वादशांगं विशालं; चित्रं बह्वर्थयुक्तं मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः मोक्षानद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभाव प्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैनसारम् ।
અધ્યાત્મશાસ્ત્રનું મૂળ પ્રારંભમાં સ્તવાયેલા અત્ સ્વરૂપ ભગવંતોની પવિત્રવાણી છે. અરિહંત પરમાત્માએ પોતાના પૂર્ણજ્ઞાન વડે જગતના સ્વરૂપનું અનેકાંત શૈલીથી નિરૂપણ કર્યું. જ્યારે શુદ્ધ સિદ્ધાંતોનો બોધ પ્રસ્તુત કર્યો, ત્યારે પ્રકાંડ એવા વિદ્વાન અને મેધાવી ગણધરોએ તેને અત્યંત ભાવ વડે ગ્રહણ કર્યો.
એ ગણધરો કેવા શક્તિયુક્ત હતા કે જેમણે સર્વજ્ઞની સંક્ષેપ અને રહસ્ય ગર્ભિત વાણીને કરોડો શ્લોક પ્રમાણ સૂત્રબદ્ધ કરી. કંઠે ધારણ કરેલા તે સૂત્રો દ્વાદશાંગ રૂપ પ્રસિદ્ધિ પામ્યા.
પરંતુ કળિકાળ એવા પાંચમા આરામાં મુખપાઠ સૂત્રબદ્ધ રહેલા એ રહસ્યો વિસ્તૃત થતા ગયા, ત્યારે મુનિઓમાં પણ ઉત્તમ એવા કરૂણાશીલ મુનિશ્વરોએ તેને લિપિબદ્ધ કરી ભવ્ય જીવોના હિતને માટે શાસ્ત્રરૂપે પ્રગટ કર્યા.
અરિહંત પરમાત્માએ પ્રસારિત કરેલી મંગળમય વાણી દ્વારા પ્રસારિત શ્રુતજ્ઞાન – શાસ્ત્રોરૂપી બોધ મોક્ષના દ્વાર સમું છે, જેમાં જગતના સર્વ શેય પદાર્થોનું, સૂક્ષ્મ બોધનું સ્વરૂપ સમજાવ્યું છે.
એવા શ્રુતજ્ઞાનથી ભરપૂર અધ્યાત્મશાસ્ત્રો સારવર્જિત સૃષ્ટિમાં સારભૂત છે, આત્મતત્ત્વ ઉપરાંત અન્ય પદાર્થોના ઉત્પાદાદિ સિદ્ધાંતોનું જેમાં વર્ણન છે, તે બુદ્ધિમાનો માટે અવલંબનરૂપ છે.
જે ભવ્યાત્માઓ તરવાના કામી છે, તેમને આ કાળમાં મહાપુણ્યોદય વર્તે છે, તેઓને મુખ્યત્વે ચાર અવલંબન ગ્રાહ્ય છે.
૧. સર્વજ્ઞ પરમાત્માનું પવિત્ર શાસન
૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org