________________
નષ્ટ થઈ જાય. પણ વસ્ત્રથી કેવળજ્ઞાન બાધા પામતું નથી, માટે વસ્ત્રાદિક ધારણ કરવા તેમાં શું અઘટિત છે ? તે માત્ર સંયમનાં ઉપકરણો છે, પરંતુ મોહનાં સાધનો નથી.
[દ્દ] માવત્તિકાતુ તતો મોક્ષો, મિનિઙેવિ ધ્રુવઃ ।
कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥ १८८ ॥
મૂલાર્થ : તેથી કરીને ભિન્ન લિંગવાળાને વિષે પણ ભાવ લિંગથી અવશ્ય મોક્ષ છે, માટે કદાગ્રહને મૂકીને મનસ્વી પુરુષે આ વિષે સારી રીતે વિચાર કરવો જોઈએ.
ભાવાર્થ : વાસ્તવમાં કેવળજ્ઞાનનું કારણ ભાવલિંગ યુક્ત સમ્યગ્દર્શન છે. તેથી જિનેશ્વરના કથન અનુસાર અન્ય તીર્થિકોના વેષને વિષે પણ જો ભાવલિંગપણું હોય તો તેમનો અવશ્ય મોક્ષ છે. તો પછી જેમણે જૈન ધર્મ સ્વીકાર્યો છે તેવા મુનિઓનો વસ્રના કારણે મોક્ષ કેમ ન થાય ? માટે આવો કદાગ્રહ ત્યજીને બુદ્ધિવાળા પુરુષે તે તથ્યનો વિચાર કરવો કે વાસ્તવમાં મોક્ષને બાધક મોહ છે. [૬૬] અશુદ્ઘનવતો હ્યાત્મા વજ્રો મુક્ત તિ સ્થિતિઃ ।
न शुद्धनयतस्त्वेष बद्धयते नापि मुच्यते ॥ १८९ ॥ મૂલાર્થ : આત્માની અશુદ્ધ નયથી બદ્ધ અને મુક્ત એવી સ્થિતિ હોય છે. પરંતુ શુદ્ધ નયથી તો આ આત્મા બંધાતો નથી, તેમ જ મુક્ત પણ થતો નથી.
ભાવાર્થ : અશુદ્ધનિશ્ચય-વ્યવહારનયથી આત્મા જ્ઞાનાવરણાદિક કર્મપ્રકૃતિથી બંધાયેલો છે. પોતાની ભવિતવ્યતા પરિપાક થયે, સ્વ અને સત્ પુરુષાર્થ વડે ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. પરંતુ નિશ્ચયનયથી આત્મા સ્વરૂપથી મોક્ષમય છે. જડ કર્મ તેને લાગતાં નથી. પ૨ પદાર્થો આત્માને કંઈ કરવા સમર્થ નથી. તેથી આત્મા કર્મથી બંધાયો નથી તેથી તેને કર્મથી મુકાવાપણું પણ નથી. બંને નય અપેક્ષિત છે.
[૬૭] અન્વયવ્યતિરેજામ્યામાત્મતત્ત્વવિનિશ્ચયમ્ । नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादिवं विचक्षणः ॥ १९० ॥
આત્માજ્ઞાનાધિકાર : ૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org