________________
મૂલાર્થ : જો વસ્ત્રાદિ કે ધારણ કરવાની ઈચ્છા જ તે મોક્ષનો બાધ કરનારી હોય, તો ઇચ્છા વિના જ હસ્ત વગેરેની જેમ ધારણ કરેલા વસ્ત્રાદિકના હોવાપણામાં શો બાધ છે ?
ભાવાર્થ : જો વસ્ત્રા, પાત્ર કે અન્ય વસ્તુ જે વાસ્તવમાં સંયમમાં ઉપકરણ છે. તે ઈચ્છા કે મોહથી ગ્રહણ કરવાના નથી, તેથી તે વસ્ત્રાદિક પ્રહણ કરવામાં મોક્ષપ્રાપ્તિમાં બાધક થતા નથી. જો તે બાધક થતા હોય તો પૂરો દેહ, હસ્ત, પગ વિગેરે પણ આત્માને આવરણ કરનારા બને, તો પછી કોઈ દેહધારી પણ મોક્ષ પ્રાપ્ત કરી ન શકે. જેમ દેહ સંયમનું બાહ્ય સાધન છે, તેમ વસ્ત્રાદિ સંયમનાં ઉપકરણ છે. છતાં જ્યાં મોહ છે ત્યાં મોક્ષ નથી. [૬૩] સ્વરુપે ૨ વસ્ત્ર રેવનજ્ઞાન વધે છે
तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६ ॥ મૂલાર્થ : જો વસ્ત્રસ્વરૂપે કરીને જ કેવળ જ્ઞાનને બાધાકારી હોય તો દિગંબરના ન્યાય વડે જ તે વસ્ત્ર કેવળજ્ઞાનનું આવરણ થવું જોઈએ.
ભાવાર્થ : હે ભદ્ર ! જરા શાંતિથી વિચાર કર કે જો વસ્ત્ર જ કેવળજ્ઞાનને પ્રતિબાધક હોય તો તે વસ્ત્ર જ્ઞાનાવરણીય કર્મ જેવું હોવું જોઈએ, અને પછી કર્મમાં વસ્ત્રાવરણ કર્મ પણ ગણાવું જોઈએ. દિગંબરના નિશ્ચયનયના મતે તો જ્ઞાનાવરણકર્મ જ જીવનું આવરણ નથી. કર્મ નિરપેક્ષ કેવળજ્ઞાન છે તો પછી વસ્ત્રનું આવરણ કેમ હોય ? [८६४] इत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् ।
केवलित्वं पलायेतेत्यहो किमसमज्जसम् ॥ १८७ ॥ મૂલાર્થ : અને તેમ થવાથી કેવળીના મસ્તક પર કોઈ પુરુષ વસ્ત્ર નાંખે તો તેથી કરીને પણ તેનું કેવળીપણું નષ્ટ થવું જોઈએ. માટે તારું કથન અયોગ્ય છે. - ભાવાર્થ : વસ્ત્રાવરણ કર્મરૂપ હોય તો જો કોઈ કેવળીના અંગ પર વસ્ત્ર નાંખે ત્યારે કેવળીનું કેવળજ્ઞાન કર્મથી આવરણ પામી
૪૧૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org