________________
વસ્તુધર્મના સારને પામે છે. તેથી પાપકર્મનો ક્ષય કરી સિદ્ધિને પામે છે. [८६०] भावलिङ्गं हि मोक्षाङ्गं द्रव्यलिङ्गमकारणम् ।
द्रव्यं नात्यन्तिकं यस्मानाप्येकान्तिकमिष्यते ॥ १८३ ॥ મૂલાર્થ : ભાવલિંગ એ મોક્ષનું અંગ છે. અને દ્રવ્યલિંગ એ મોક્ષનું કારણ નથી. કારણ કે દ્રવ્યને આત્યંતિક ઇચ્છવું નથી તેમજ એકાંતિક પણ ઇચ્છવું નથી.
ભાવાર્થ ભાવલિંગ એટલે રત્નત્રયયુક્ત. મોક્ષનું પ્રયોજક રત્નત્રય છે. તેમાં જાતિ વેષાદિ અકારણ છે. દ્રવ્યલિંગ ન હોય તો મોક્ષ ન થાય તેવું એકાંત નથી, પણ ભાવલિંગ ન હોય તો મોક્ષ ન થાય. દ્રવ્યલિંગ એકાંતે હોવું જોઈએ તેમ નથી. અન્યલિંગે પણ સાધકો મોક્ષ પામે છે. [८६१] यथाजातदशालिङ्गमदव्यमिचारि चेत् ।
विपक्षवाधकाभावात् तद्धेतुत्वे तु का प्रमा ॥ १८४ ॥ મૂલાર્થઃ જેવી રીતે જન્મ થયો તેવી દશારૂપ વેષ મોક્ષરૂપી અર્થ થકી અવ્યભિચારી છે. એમ જો દિગંબર પક્ષવાળા કહેતા હોય તો વિપક્ષ બાધકનો અભાવ હોવાથી મૃગાદિકનો પણ મોક્ષ થશે. અને સર્વે નગ્નનો જો મોક્ષ ન ઇચ્છતા હોય તો તેને મોક્ષનું કારણ કહેવામાં શું પ્રયોજન છે ?
ભાવાર્થ : જો તમે એમ કહો કે માતાના ઉદરમાંથી જન્મ્યો તેવો નગ્ન અવસ્થાવાળો જ મોક્ષ સાધક બને તો પછી મૃગાદિક પશુને પણ તે હેતુ સિદ્ધ થાય. પણ જો તમે તેમાં સંમત ન હો તો પછી મોક્ષના કારણમાં નગ્નપણાનું બીજું પ્રયોજન હોવું જોઈએ વાસ્તવમાં મોહના ક્ષયથી મોક્ષ પ્રગટ થાય છે. વસ્ત્ર ન હોય તો મોક્ષ થાય તેવું નથી. વસ્ત્રહિન દશામાં પણ મોહનીયના સંસ્કારો હોય તો પણ મોક્ષ સિદ્ધ થતો નથી. | [૬૨] વસ્ત્રાફિઘારણેચ્છા વાધવા તયે તાં વિના !
धृतस्य किमवस्थाने करादेखि बाधकम् ॥ १८५ ॥
આત્માણાનાધિકાર : ૪૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org