________________
I
ભાવાર્થ : જ્યારે આત્મા પોતાના જ સ્વગુણરૂપ જ્ઞાનદર્શન અને ચારિત્રની પરિણામ સ્વરૂપે તન્મયતા પામે છે ત્યારે જ્ઞાનાવરણાદિક કર્મો સ્વયં આત્મપ્રદેશોથી છૂટા પડી જાય છે. [૬૭] મતો રત્નત્રયં મોક્ષસ્તરમાવે તાર્થતા |
पाषण्डिगणलिङ्गैश्च गृहिलिङ्गैश्च कापि न ॥ १८० ॥ મૂલાર્થ : તેથી કરીને રત્નત્રયરૂપ જ મોક્ષ છે. તે રત્નત્રયને અભાવે પાખંડી સમૂહના વેશ વડે કરીને તથા ગૃહસ્થી વેષ વડે કરીને કાંઈ પણ કૃતાર્થપણું નથી.
ભાવાર્થ : આત્માનું રત્નત્રયરૂપ સ્વસ્વરૂપે રહેવું તે મોક્ષ છે. તે સિવાય અનેક પ્રકારના પ્રયોજનોની વેષની, કે ગૃહસ્થની કૃતાર્થતા નથી. રત્નત્રયયુક્ત પ્રયોજનાદિક જ મોક્ષના સાધક છે. [८५८] पाषण्डिगणलिङ्गेषु गृहिलिङगेषु ये रताः ।
न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥ १८१ ॥ મૂલાર્થ ? જેઓ પાખંડી સમૂહના વેષને વિષે અને ગૃહસ્થીના વેષને વિષે આસક્ત છે, તે બાળબુદ્ધિવાળા પુરુષો સિદ્ધાંતના તત્ત્વને જાણનારા નથી.
ભાવાર્થ મોક્ષમાર્ગના સિદ્ધાંતને કે શાસ્ત્રના સારને બાહ્યાચારવાળા બાળ બુદ્ધિવાળા જીવો પામી શકતા નથી. બહારના વેષ ધારણ કરવાથી તત્ત્વનો સાર આત્મસાત થયો છે, તેમ ન માનવું. [८५९] भावलिङगरता ये स्थुः सवसारविदो हि ते ।
लिङ्गस्था वा गृहस्था वा सिद्धयन्ति धूतकल्मषाः ॥ १८२ ॥ મૂલાર્થ જેઓ ભાવલિંગને વિષે આસક્ત છે, તેઓ સર્વ સારને જાણનારા છે. તેથી તેઓ સાધુલિંગ કે ગૃહલિંગ હોય તો પણ તેઓ પાપનો ક્ષય કરી સિદ્ધિપદને પામે છે.
ભાવાર્થ : મોક્ષમાર્ગ રત્નત્રયના પરિણામરૂપ ભાવાત્મક છે. તેમાં ભાવલિંગી તો સર્વ સારને જાણનાર છે. પરંતુ કથંચિત કોઈ ઉત્તમ પ્રકારના સાધુલિંગી કે ગૃહલિંગી પણ જો વસ્તુધર્મની સમ્યફ શ્રદ્ધાવાળા હોય, જ્ઞાનાદિરૂપ ધર્મના લક્ષણ સહિત હોય તો તે
૪૧૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org