________________
મૂલાર્થઃ જેઓ વારંવાર તત્ત્વને સાંભળીને, તેનું મનન કરીને તથા સ્મરણ કરીને તેને સાક્ષાત્ અનુભવે છે. તેઓને બંધની બુદ્ધિ હોતી નથી. તેઓનો આત્મા બંધરહિત પ્રકાશે છે.
ભાવાર્થઃ જેને શાસ્ત્રોનો વારંવાર અભ્યાસ કરી વિવેક જાગૃત થયો છે તે જીવાદિકના ભેદને યથાર્થપણે જાણે છે. તથા તે પદાર્થોના પૂર્વાપર સંબંધો જાણી પુનઃ પુનઃ મનન કરે છે. અને બુદ્ધિમાં તેને પ્રત્યક્ષ કરે છે, આથી તેમને “મારો આત્મા બંધાયો છે.” તેવો ભાસ પેદા થતો નથી, શુદ્ધ નિશ્ચયનયે આત્મા બંધરહિત જ પ્રકાશે છે. ચૈતન્યની સત્તાને વિષે જડ સત્તા લક્ષણથી ભિન્ન છે, માટે આત્મામાં કર્મનો અભાવ છે.
હવે મોક્ષનું લક્ષણ કહે છે. [८५५] द्रव्यमोक्षः क्षयः कर्मद्रव्याणां नात्मलक्षणम् ।
____ भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७८ ॥
મૂલાર્થ : કર્મદ્રવ્યોનો જે ક્ષય તે દ્રવ્યમોક્ષ છે પણ તે આત્માનું લક્ષણ નથી, અને તે દ્રવ્યમોક્ષના હેતુરૂપ રત્નત્રયીથી યુક્ત એવો જે આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે.
ભાવાર્થ : અશુદ્ધ નિશ્ચય નય કહે છે કે આત્મપ્રદેશોથી કર્મના દલિકોનો સર્વથા નાશ થવો તે દ્રવ્ય મોક્ષ છે, પરંતુ કર્મના દલિકોથી મુક્તિ તે નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ નથી. કારણ કે કર્મનો અભાવ તે તો કર્મનો પર્યાય છે. આત્મા તેનાથી સ્વતંત્ર
વાસ્તવમાં રત્નત્રય યુક્ત જે પરિણામ તે આત્મા છે. રત્નત્રયસ્વરૂપ આત્મા તે ભાવમોક્ષ છે, તે દ્રવ્ય મોક્ષસ્વરૂપ કર્મથી ભિન્ન છે. [८५६] ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा ।
कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥ १७९ ॥ મૂલાઈ : જ્યારે આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્રની સાથે એકતા પામે છે. ત્યારે જાણે કર્મો કોપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં પડે છે.
આત્માજ્ઞાનાધિકાર : ૪૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org