________________
[८५१] दृढाज्ञानमयी शङ्कामेनामपनिनीषवः ।
अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकाङ्क्षिणः ॥ १७४ ॥ મૂલાર્થ : આ દેઢ અજ્ઞાનવાળી શંકાને દૂર કરવા ઈચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પુરુષો અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવા ઇચ્છે છે.
ભાવાર્થ ? એવી દઢ અજ્ઞાનવાળી સર્પ અને દોરડીના ન્યાયની શંકાને દૂર કરવા ઇચ્છતા વૈરાગ્યવાન જીવે તો અધ્યાત્મશાસ્ત્રનું સેવન કરવું. અર્થાત શ્રુતના આલંબન દ્વારા શુદ્ધાત્માને ઉપાસવો. શુભાશુભ ભાવના બંધવાળો આત્મા છે તેમ પ્રહણ કરવું નહીં. [८५२] दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः ।
प्रत्यक्षविषयां शङ्कां न हि हन्ति परोक्षधीः ॥ १७५ ॥ મૂલાર્થ : તે શાસ્ત્ર શાખાચંદ્રના ન્યાય વડે કરીને દિશા માત્રને જ દેખાડનારું છે, કારણ કે પરોક્ષ જ્ઞાન પ્રત્યક્ષ વિષયવાળી શંકાને હણતું નથી.
ભાવાર્થ: શાસ્ત્રાભ્યાસ કરનારે એ વાત ધ્યાનમાં રાખવી કે શાખાચંદ્ર એટલે બાળકને ચંદ્ર બતાવવો હોય તો વૃક્ષની શાખા બતાવી તે દિશામાં રહેલો ચંદ્ર બતાવાય છે, તેમ શાસ્ત્ર દ્વારા સર્વજ્ઞ ભગવંતે કહેલો શુદ્ધાત્મા જણાવાય છે. પણ કંઈ શાસ્ત્રમાં આત્મા નથી, કે શંકાને દૂર કરવાનું પ્રત્યક્ષ સામર્થ્ય પણ શાસ્ત્રમાં નથી. શુદ્ધાત્માનું ભાન આત્મજ્ઞાન વડે યુક્ત છે. [८५३] शो श्वैत्यानुमानेऽपि दोषात्पीतत्त्वधीस्तथा ।
शास्त्रज्ञानेपि मिथ्याधीसंस्काराबन्धधीस्तथा ॥ १७६ ॥ મૂલાર્થ જેમ શંખને વિષે શ્વેતપણાનું જ્ઞાન છતાં પણ દોષને લીધે તેમાં પીળાપણાની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિના સંસ્કારથી આત્માને વિષે બંધની બુદ્ધિ થાય છે.
ભાવાર્થ : જેમ દૃષ્ટિદોષથી શ્વેત શંખ પણ પીળો જણાય છે. તેમ શાસ્ત્રજ્ઞાનથી આત્માને અબંધ જાણવા છતાં મિથ્યામતિને કારણે આત્મામાં બંધની શંકા થાય છે કે હું કર્મથી બંધાયો છું. [८५४] श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा साक्षादनुभवन्ति ये ।
तत्त्वं न बन्धधीस्तेषामात्माबन्धः प्रकाशते ॥ १७७ ॥
૪૦૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org