________________
[८४८] तथाभव्यतया जन्तु!दितश्च प्रवर्तते ।
बध्नन् पुण्यं च पापं च परिणामानुसारतः ॥ १७१ ॥ મૂલાર્થ : પરિણામને અનુસારે પુણ્યપાપને બાંધતો જીવ તથા પ્રકારના ભવ્યપણાએ કરીને પ્રેરણા પામ્યો છતો પ્રવર્તે છે.
ભાવાર્થઃ જીવ પોતાના જ ભાવની યોગ્યતાએ કરીને પ્રેરણા પામીને પ્રવર્તે છે. અર્થાત્ શુભાશુભ કર્મને બાંધતો પ્રવર્તે છે. તે ભાવ ઉત્પન્ન થવામાં તેને કોઈને પ્રેરણા મળતી નથી. ભવ્યપ્રાણી પણ પોતાની યોગ્યતા પ્રમાણે પ્રવર્તે છે. [८४९] शुद्धनिश्चयतस्त्वात्मा न बद्धो बन्धशङ्कया ।
भयकम्पादिकं किन्तु रज्जावहिमतेरिव ॥ १७२ ॥ મૂલાઈ : જેમ રોગની સ્થિતિને અનુસાર રોગી માણસની પ્રવૃત્તિ થાય છે. તેમ ભવની સ્થિતિ અનુસારે બંધને વિષે પણ પ્રવૃત્તિ કહેલી છે.
ભાવાર્થ : જેમ રોગથી પીડાતો મનુષ્ય રોગ અનુસાર અલગ અલગ ચેષ્ટા કરે છે. તે પ્રમાણે ભવસ્થિતિ-પાત્રતા અનુસાર જીવને શુભાશુભ કર્મનો બંધ થાય છે. જોકે શુદ્ધ નિશ્ચયનયથી તો તે બંધાતો નથી. [८५०] रोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा ।
भवस्थित्यनुसारेण तथा बन्धेपि वर्ण्यते ॥ १७३ ॥ મૂલાર્થ શુદ્ધ નિશ્ચય નથી તો આત્મા બંધાતો નથી પણ બંધની શંકાએ કરીને દોરડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય કંપ વિગેરે પામે છે.
ભાવાર્થ : આત્માના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરનાર નામ તે આત્મા કર્મથી બંધાતો જ નથી. પરંતુ સર્પ અને દોરડીના ન્યાયે શંકા પડી જતાં માત્ર ભયભીત થાય છે. પરંતુ શુદ્ધાત્માને તો તેવો ભ્રમ છે નહિ. અર્થાત્ દોરડીને સર્પાકારે જોઈને જીવ ભય પામે છે, તેમ શુભાશુભ કર્મના ફળને જોઈને જીવ શંકા કરે છે કે તે પુણ્યપાપના કર્મબંધવાળો છે. જ્ઞાન વડે આ કલ્પના નષ્ટ થાય છે.
આત્માજ્ઞાનાધિકાર : ૪૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org