________________
[૪] વઘ્નતિ સ્વંયથા જોશ-જારવ્હીટઃસ્વતસ્તુનિ ।
आत्मनः स्वगतैभवैिर्बन्धने सोपमा स्मृता ॥ १६८ ॥
મૂલાર્થ : જેમ રેશમ કરનારો કીડો પોતાના જ તંતુઓ વડે પોતાના દેહને બાંધે છે. તેમ આત્માના પોતામાં રહેલા ભાવે કરીને થતા બંધનને વિષે તે જ ઉપમા કહેલી છે.
ભાવાર્થ : જેમ કોશેટો પોતાની જ લાળ વડે પોતાના શરીરને બાંધે છે, તેમ આત્મા પોતાના જ પરિણામથી બંધાય છે. તેનો આરોપ કર્મ પર કરવામાં આવે છે કે આત્મા કર્મથી બંધાય છે. વાસ્તવમાં આત્મા સ્વના પરિણામથી બંધાય છે.
[૪૬] જૂનાં સારાધાનાં વધારી નદીશ્વરઃ । तबन्धकानवस्थानादबन्धस्याप्रवृत्तितः ॥ १६९ ॥
મૂલાર્થ : અપરાધી પ્રાણીને બંધ કરનાર ઈશ્વર નથી. કેમ કે તેના બંધ કરનારનું અનવસ્થાન છે. અને બંધરહિતને પ્રવૃત્તિનો અભાવ છે.
ભાવાર્થ : કોઈ મતની એવી માન્યતા છે કે આ જગતમાં અપરાધ કરનારને ઈશ્વર સજા કરે છે. ખરેખર વિચારીએ તો ઈશ્વરતત્ત્વ ભૌતિક જગતની ક્રિયાથી રહિત છે. તેથી તેમને આ જગતના જીવોના અપરાધની સજા આપવાનો વિકલ્પ ન હોય. [૪૭] ન ત્વજ્ઞાનપ્રવૃત્યર્થે જ્ઞાનવત્રોતના ધ્રુવા ।
अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥ १७० ॥
મૂલાર્થ : અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાનની પ્રેરણા હોય જ નહીં. કારણ કે સ્વપ્નાદિકમાં અજ્ઞાનપૂર્વક કરાતાં કાર્યોને વિષે તે પ્રેરણા જોવામાં આવતી નથી.
ભાવાર્થ : મૂર્છિત અવસ્થામાં કે સ્વપ્નાવસ્થામાં અજ્ઞાનવાળા આત્માને કંઈ પણ કાર્યમાં કોઈની પ્રેરણા જોવામાં આવતી નથી સ્વયં પોતે જ પોતાના પરિણામ કરે છે. તો પછી જાગૃત અવસ્થામાં કોઈની (ઈશ્વરની) પ્રેરણાથી કાર્ય થાય છે તેમ કહેવાય નહીં. કારણ કે એમ થતું દેખાતું નથી.
૪૦૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org