________________
મૂલાર્થ : કર્મનો નાશ એ નિર્જરા કહેવાય છે, આ નિર્જરા કર્મનો પર્યાય હોવાથી આત્મરૂપ નથી પરંતુ ભાવ વડે કર્મ નિર્જરા છે. તે ભાવ, આત્માનું લક્ષણ જાણવું.
ભાવાર્થ ઃ આત્માથી નિર્જરાતત્ત્વનો ભેદ કહે છે.
નિર્જરા = આત્માથી કર્મપુદ્ગલોનું દૂર થવુંને, તે કર્મ-નિર્જરા પુદ્ગલોની અવસ્થા છે, તેથી તે આત્મરૂપ નથી. પરંતુ જેનાથી નિર્જરા થાય છે તે ભાવ આત્મસ્વરૂપ છે. પુદ્ગલના ખરી જવાથી, પરના આશ્રયે થતી નિર્જરા તે આત્માની નથી. [૨૩] સત્તપો કરશવિઘં શુદ્ધજ્ઞાનસમન્વિતમ્ |
___ आत्मशक्तिसमुत्थानं चित्तवृत्तिनिरोधकृत् ॥ १५६ ॥
મૂલાર્થ : આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનારાં શુદ્ધ જ્ઞાન વડે યુક્ત એવું તપ બાર પ્રકારનું છે.
ભાવાર્થ તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર ભેદ છે, તે આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી ચિત્તવૃત્તિઓનો વિરોધ કરનારા શુદ્ધજ્ઞાન યુક્ત હોય છે, તે નિર્જરાપ રૂપ થાય છે. [૩૪] યત્ર રોઘઃ પાયામાં, બ્રહ્મધ્યાને નિસ્ય ચ |
જ્ઞાતવ્ય . તાપ શુદ્ધમવશિષ્ટ તુ તમે ૧૬૭ મૂલાર્થ : જે તપને વિષે કષાયોનો રોધ, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય, તે શુદ્ધ તપ જાણવું. અને બાકીનું સર્વ લંઘન જાણવું.
ભાવાર્થ : જે તપ વડે ક્રોધાદિ કષાયોનો નાશ થાય, વિષય-વાસનાઓનું શમન થાય, વીતરાગનું એકાગ્રથી ધ્યાન થાય તે શુદ્ધ તપ છે. તે સિવાયના લંઘન છે. [८३५] बुभुक्षा देहकार्य वा तपसो नास्ति लक्षणम् ।
तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥ १५८ ॥ મૂલાર્થ : સુધા અને કૃશતા એ કંઈ તપનું લક્ષણ નથી. પણ તિતિક્ષા અને બ્રહ્મગુપ્તિ વિગેરેના સ્થાનરૂપ જે જ્ઞાન તે જ તે તપનું શરીર છે.
૪૦૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org