________________
મૂલાર્થ : જ્યારે સર્વ પ્રકારે બંને ધારાની વિશુદ્ધિ થાય છે ત્યારે શૈલેશી નામના સ્વૈર્યથી સર્વ સંવર થાય છે.
ભાવાર્થ : આમ ગુણસ્થાનકના પ્રકારે યોગ-ઉપયોગની બંને ધારામાં ભેદ પડે છે પરંતુ જ્યારે બંને ધારા શુદ્ધતા પામે છે, અર્થાત્ યોગ નિરોધ થાય છે ત્યારે અપૂર્વ સ્થિરતા થવાથી આત્માના સર્વ પ્રદેશો નિષ્કપ બને છે, ત્યારે સર્વ સંવર થાય છે. નિષ્કપદશામાં કર્મવર્ગણા આકર્ષણ પામતી નથી. તે ચૌદમું ગુણસ્થાન છે.
[૬૩૦] તતોડર્વાપૂ ય યાવચ્ચે સ્થિરત્ન તાવવાત્મનઃ ।
संवरो, योगचाञ्चल्यं यावत्तावत्किलाश्रवः ॥ १५३ ॥ મૂલાર્થ : તેનાથી પહેલા જેવું અને જેટલું આત્માનું સ્થિરપણું થાય છે, તેટલો આત્માનો સંવર જાણવો. અને જેટલું અને જેવું યોગનું ચંચળપણું થાય છે, તેટલો આશ્રવ જાણવો.
ભાવાર્થ : શૈલેશી અવસ્થા પહેલાના ગુણસ્થાનકે જેટલા પરિણામવાળું અને જેટલા કાળ સુધીનું સ્થિરપણું છે તેટલો સંવર છે, અને જેટલા કાળ સુધીનું યોગનું ચંચળપણું તેટલો આશ્રવ હોય છે. કેવળીને યોગ હોવાથી ત્યાં ઇર્યાપથની ક્રિયા હોય છે.
[૬૩૧] અશુદ્ઘનયતીનું સંવરાશ્રવસહુથા |
संसारिणां च सिद्धानां न शुद्धनयतो भिदा । १५४ ॥ મૂલાર્થ : આ પ્રમાણે અશુદ્ધ નયથી સંસારી જીવોને સંવ૨ તથા આશ્રવની કથા છે, પણ સિદ્ધ જીવોને શુદ્ઘનયથી કંઈ પણ ભેદ નથી.
ભાવાર્થ : અશુદ્ઘનયથી જોતાં આત્માના આશ્રવ સંવરભાવના અનેક ભેદ પડે છે. શુદ્ધ નયથી તો આત્મા સર્વ અંશે શુદ્ધ હોવાથી સંવર અને આશ્રવનો કંઈ ભેદ નથી અર્થાત આત્મા તેવા ભાવોથી સર્વથા ભિન્ન છે. સિદ્ધની શુદ્ધ દશા પ્રગટ છે ત્યાં કોઈ ભેદ પડતો નથી.
[૨] નિર્ખામળાં શારો, નાત્માઽસૌ ધર્મપર્વવઃ । येन निर्जीयते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥ १५५ ॥
આત્માજ્ઞાનાધિકાર : ૪૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org