________________
ભાવાર્થ આથી જ્યાં સુધી જીવ યોગ અને કર્માદિના સંયોગમાં છે ત્યાં સુધી તે તે પ્રકારના યોગ અને ઉપયોગના અંશે કરીને આશ્રવ અને સંવર બંનેને ધારણ કરે છે. એટલે જ્ઞાનાદિ ઉપયોગના અંશો નિર્મળ અને યોગના અંશોવાળો ભાગ મલિન એમ બે ભાગને ધારણ કરે છે. ડિર૭] શુદૈવ જ્ઞાનધારા ચા-સૂચવર્તમાચાર |
__ हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्त्तते ॥ १५० ॥
મૂલાર્થ : સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની ધારા શુદ્ધ જ થાય છે, અને હેતુના ભેદને લીધે વિચિત્ર એવી યોગની ધારા પ્રવર્તે છે. - ભાવાર્થ : આત્માને શુદ્ધ સમક્તિની પ્રાપ્તિ થયા પછી તરત જ ઉપયોગની ધારા જ્ઞાનયુક્ત હોય છે. તે ઉત્તરોત્તર ગુણસ્થાનક પ્રમાણે શુદ્ધ થતી જાય છે, છતાં અવિરત સમ્યક્તીને તો યોગની પ્રવૃત્તિ હોવાથી તે મનાદિ યોગમાં અશુદ્ધતા પણ હોય, જેથી પરિણામની ધારા શુભાશુભ પ્રવર્તે છે. તેથી આત્મા આશ્રવ સંવરરૂપ હોય છે. જ્ઞાનધારા શુદ્ધ હોવા છતાં ચારિત્રમાં દોષ રહેલો છે. [८२८] सम्यग्दृशो विशुद्धत्वं सर्वास्वपि दशास्वतः ।
__ मृदुमध्यादिभावस्तु क्रियावैचित्र्यतो भवेत् ॥ १५१ ॥
મૂલાર્થ : તે થકી સમક્તિવંતને સર્વ દશાને વિષે વિશુદ્ધપણું થાય છે, અને જધન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એવો ભાવ તો ક્રિયાની વિચિત્રતાને લીધે હોય છે.
ભાવાર્થઃ ચોથા ગુણસ્થાનકથી ચૌદમા સુધીની સમક્તિવંતની બાહ્ય શુભાશુભ ક્રિયામાં જ્ઞાનધારા તો વિશુદ્ધ હોય છે, છતાં તે તે ક્રિયાની વિચિત્રતાને લીધે જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમના અને સંયમવ્યાપારની શુદ્ધિના તરતમપણાને લીધે મંદ, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવ હોય છે, એવા ભેદ પડે છે. [૨૬] લા તુ સર્વતઃ શુદ્ધિ તે ઘારદ્ધયઃ |
शैलेशीसंज्ञितः स्थैर्यात् तदा स्यत्सवसंवरः ॥ १५२ ॥
૪૦૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org