________________
અગ્નિ બળવા છતાં તેના સંયોગથી ઘી બળે છે એમ કહેવામાં આવે છે. તેમ મોક્ષના હેતુભૂત સમક્તિ અને ચારિત્ર તે શુભબંધના હેતુરૂપ ઉપચારથી કહેવામાં આવે છે. વાસ્તવમાં મોક્ષનું મુખ્ય સાધન શુદ્ધ ઉપયોગ છે. [૨૬] રેનોનાત્મનો યોગાસ્તનાશેરાવો મતઃ |
વેનાગેનોપયોતુ તેનાશનાય સંવરઃ + ૧૪s મૂલાર્થ : જે અંશે કરીને આત્માનો યોગ છે, તે અંશે કરીને તેને આશ્રવ કહેલો છે, અને જે અંશે કરીને તેનો જ્ઞાનાદિ ઉપયોગ છે, તે અંશે કરીને તેનો સંવર છે.
ભાવાર્થ : જે યોગની પ્રવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માને કર્મની સાથે સંબંધ છે, તે પરિણામ વડે આત્માને આશ્રવરૂપ કહ્યો છે, તથા જે યોગ નિવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માના ઉપયોગના પરિણામ વડે આત્મા જ સંવરરૂપ છે.
નિશ્ચયથી તો જેટલે અંશે આત્માનો યોગ હોય તેટલે અંશે આત્મા કર્મનો આશ્રવ કરે, અને જેટલે અંશે જ્ઞાનાદિ ઉપયોગ હોય તેટલે અંશે આત્મા કર્મનો સંવર કરે.
ચારિત્રમાં સરાગ મનાદિ યોગો એ જ આશ્રવ છે, અને ઉપયોગ ભાવ તે સંવર છે. અર્થાત ચારિત્રાદિમાં તમામ શુભાશ્રવો માત્ર આશ્રવરૂપ નથી, પણ તે ચારિત્રાદિના પાલનમાં યોગપ્રવૃત્તિ છે તે આશ્રવ છે, અને ઉપયોગ ભાવ તે સંવર છે. આથી ચારિત્રાદિમાં આશ્રવ-સંવર ઉભયભાવવાળો આત્મા બને છે. આથી બાર ગુણસ્થાનક સુધી જીવને અબુદ્ધિવશ પણ ઉદય બંધ અમુક પ્રકૃતિનો હોય છે. રિર૬] તેના સાવંશવિત્રાન્તો વિપ્રાવસંવરો
भात्यादर्श इव स्वच्छास्वच्छभागययः सदा ॥ १४९ ॥ મૂલાર્થ : તેથી કરીને આ આત્મા અંશની વિશ્રાંતિને વિષે આશ્રવ અને સંવરને ધારણ કરતો છતો નિર્મળ અને મલિન એવા બે ભાગને ધારણ કરતા દર્પણની જેમ સદા નિરંતર શોભે છે.
આત્મજ્ઞાનાધિકાર : ૩૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org