________________
ભાવાર્થ : તે જ હકીકતને વિશેષપણે કહે છે કે બાહ્ય ક્રિયારૂપ હેતુઓને વિષે આશ્રવ-સંવર પરસ્પર એકબીજા રૂપે થવાનો સંભવ હોવાથી અનિયત છે. તથા ભાવની વિચિત્રતાને લીધે શુભાશુભ પરિણામ વિવિધ પ્રકારના થતા હોવાથી આત્મા જ આશ્રવ અને સંવરરૂપ છે. અર્થાત્ હિંસાદિ કરવાથી અધ્યવસાય આશ્રવરૂપ થાય છે. અને હિંસાદિ ત્યજવાથી અધ્યવસાય સંવરરૂપ થાય છે. અર્થાત ભાવાશ્રવ તે જ આશ્રવ છે. જે સંસારનો હેતુ છે. અને ભાવ-સંવર મોક્ષનો હેતુ છે.
પ્રશ્ન
તો શું બાહ્ય વિષયોથી જીવ બંધાતો નથી ? [૬૧૭] અજ્ઞાનવિષયાસક્તો વધ્યુતે, વિયેસ્તુ ન ।
ज्ञानाद्विमुच्यते चात्मा, न तु शास्त्रादिपुद्गलात् ॥ १४० ॥
-
મૂલાર્થ : આત્મા અજ્ઞાનથી એટલે અબોધથી વિષયમાં આસક્ત થયો છતાં કર્મથી બધાય છે. પણ વિષયો વડે બંધાતો નથી. તથા આત્મા જ્ઞાનથી મુક્તિ પામે છે. પણ શાસ્ત્રાદિક પુદ્ગલથી મુક્ત થતો નથી.
ભાવાર્થ : આત્મા અજ્ઞાનથી પોતાના જ પરિણામ વડે કર્મરજથી બંધાય છે. શબ્દાદિક વિષયો વડે બંધાતો નથી. કેમ કે આત્મા પ૨ પુદ્ગલોનો બંધ કરવામાં સમર્થ નથી. અને જ્ઞાનથી અર્થાત્ સત્ સ્વરૂપના અવલંબનથી મુક્ત થાય છે. પણ આગમાદિ શાસ્ત્રો વડે કે કોઈ યમ નિયમાદિ વડે મુક્ત થતો નથી. કેમ કે તે સર્વે આત્માથી ભિન્ન છે.
[८१८ ] शास्त्रं गुरोश्च विनयं क्रियामावश्यकानि च । संवराङ्गत्तया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१ ॥
મૂલાર્થ : શાસ્ત્ર, ગુરુનો વિનય, ક્રિયા, અને આવશ્યક એ સર્વેને વ્યવહાર વિષે નિપુણ પુરુષોએ સંવરના અંગરૂપ કહ્યા છે.
ભાવાર્થ : વ્યવહારનય પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ જ્ઞાનને વિષે નિપુણ પુરુષોએ શાસ્રો, ગુરુનો વિનય આવશ્યક ક્રિયા વિગેરેને સંવરના સાધન કહ્યા છે, જોકે સાધ્ય એટલે સંવરરૂપ કહ્યા નથી.
Jain Education International
૩૯૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org