________________
[८११] आश्रवः संवरो न स्यात् संवरश्चाश्रवः क्वचित् ।
भवमोक्षफलाभेदोऽन्यथा स्याद्धेतुसकरात् ॥ १३४ ॥ મૂલાર્થ : આશ્રવ કદાપિ સંવરરૂપ થતા નથી, અને સંવર કદાપિ આશ્રવરૂપ થતા નથી. અન્યથા જો એમ ન હોય તો, એવા ભેળસેળથી સંસાર અને મોક્ષના ફળનો અભેદ થઈ જાય.
ભાવાર્થ ઃ આશ્રવો જે સંસારના કારણરૂપ બંધ સ્વરૂપવાળા છે, તે કદાપિ મોક્ષના હેતુભૂત થતા નથી. અને બંધનો વિરોધ કરનારા સંવર કદાપિ ભવના હેતુરૂપ થતા નથી. અર્થાત બંને અન્યોન્ય વિરુદ્ધ લક્ષણવાળા છે. [८१२] कर्माम्रवन् च संवृण्वन्, चात्मा भित्रैर्निजाशयैः ।।
करोति न परापेक्षामलम्भूष्णुः स्वतः सदा ॥ १३५ ॥ મૂલાર્થ : આત્મા પોતાના ભિન્ન ભિન્ન પરિણામે કરીને કર્મને ગ્રહણ કરતા તથા નિરોધ કરતાં પરની અપેક્ષા રાખતો નથી. કેમ કે આત્મા સર્વદા સ્વતઃ સમર્થ છે.
ભાવાર્થ : આત્મા પોતાના જ ભિન્ન અધ્યવસાયોને કારણે પોતે જ કર્મને ગ્રહણ કરે છે. અને નિરોધ કરે છે. તેમાં તેને પરપુદ્ગલ જનિત પદાર્થની અપેક્ષા રહેતી નથી. અર્થાત્ કર્મ આત્માને ફળ આપે છે તેમ નથી. જો આમ હોય તો બાહ્ય ક્રિયા નિષ્ફળ જશે તેથી શંકાનું સમાધાન. [८१३] निमित्तमात्रभूतास्तु हिंसाऽहिसादयोऽखिलाः ।
ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥ १३६ ॥ મૂલાર્થ : હિંસા અહિંસા વિગેરે સર્વ માત્ર નિમિત્તભૂત જ છે. કારણ કે જે પરપ્રાણીના પર્યાયો છે, તે પોતાના ફળના હેતુરૂપ હોતા નથી.
ભાવાર્થ ઃ હિંસા અને અહિંસારૂપ બાહ્ય ક્રિયા, સત્ય અને મૃષા સર્વ આશ્રવના ભાવ, અને સંવરના ભાવ આત્માના સ્વતંત્ર વ્યાપારમાં નિમિત્ત માત્ર છે. પણ આત્મા કર્મને ગ્રહણ કરતો નથી તથા તેનો નિરોધ કરતો નથી. તે પ્રમાણે પર પ્રાણીના પર્યાયો કે અજીવોના
૩૯૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org