________________
પુદગલોના ગ્રહણ અને નિરોધરૂપ છે. એમ જીવ અજીવની ક્રિયા કરી શકે નહિ તેમ નિશ્ચયનય કહે છે.
ભાવાર્થ : આત્મા નવા કર્મને ગ્રહણ કરનારરૂપ આશ્રવથી અને આવતા કર્મનો નિરોધ કરવાના ઉપાયરૂપ નથી. કારણ કે જીવ સામાન્ય અને વિશેષથી જ્ઞાન ઉપયોગ સ્વરૂપ છે. અને કર્મપુદ્ગલોને ગ્રહણ કરવા કે નિરોધ કરવો, તે તો આશ્રવ અને સંવરનું લક્ષણ છે. તેથી આત્મા અને આશ્રવ સંવર એક થઈ શકતા નથી. આશ્રવ અને આત્માનું એકત્વ નથી. [८०९] आत्माऽऽदत्ते तु यैभविः स्वतन्त्रः कमपुद्गलान् ।
मिथत्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥ १३२ ॥ મૂલાર્થ : આત્મા જે પરિણામે કરીને સ્વતંત્રપણે કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ પરિણામને આંતર આશ્રવ જાણવા.
ભાવાર્થ : મિથ્યાત્વાદિ આત્માના પોતાનાં પરિણામો છે. તેથી પરની પ્રેરણા રહિત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમને વિષે આત્મા સંભવે છે. કેમ કે તે પરિણામો આત્માના છે. (અશુદ્ધ નિશ્ચયનય) ડિ૧૦] ભવનાથર્મવરિત્ર-પરીષહેનરિયઃ |
आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥ १३३ ॥ મૂલાર્થ : ભાવના, ધર્મ, ચારિત્ર અને પરિષદોનો જય વિગેરે જે આશ્રવના નાશ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર કહેવાય છે.
ભાવાર્થ: આશ્રવના પરિણામને રોકનારા આત્માના ભાવને ભાવસંવર કહે છે, જે શુભ ઉપયોગરૂપ છે. અનિત્ય અશરણાદિ વૈરાગ્યને પેદા કરનારી ભાવનાઓ, ક્ષમા, નમ્રતા આદિ દશ પ્રકારના ગુણો-ધર્મો સામાયિક આદિ ચારિત્ર, એ સુધા, તૃષા જેવા પરિષહો સહન કરવા, તથા સમિતિ અને ગુપ્તિ તે આત્માનાં શુભ પરિણામ હોવાથી ભાવ સંવર કહેવાય છે. વ્યવહારનયથી દ્રવ્ય અને ભાવ એવા ભેદ પડે છે.
આત્માજ્ઞાનાધિકાર : ૩૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org