________________
વાસ્તવમાં વસ્તુનું યથાર્થ જ્ઞાન થયા પછી શુભ કલ્પના નિરર્થક થાય છે. તે કહે છે. [८०६] मणिप्रभामणिज्ञान-न्यायेन शुभकल्पना ।
वस्तुस्पर्शितया न्याय्या यावन्नाऽनन्जन प्रथा ॥ १२९ ॥ મૂલાર્થ ઃ મણિની કાંતિને વિષે મણિના જ્ઞાનના દૃષ્ટાંત કરીને વસ્તુને સ્પર્શ કરવાપણું હોવાથી જ્યાં સુધી અનંજન પ્રથા ન હોય ત્યાં સુધી શુભ કલ્પના ન્યાયયુક્ત છે.
ભાવાર્થ : કોઈ ઝવેરીનો પુત્ર રત્નોને જાણવાની પદ્ધતિ શીખે, ત્યાર પછી તેને રત્નોનું જ્ઞાન થાય કે આ સાચાં રત્નો છે. એવું જ્ઞાન થયા પછી શીખવાની જરૂર નથી. તેમ જ્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને જ્ઞાન થાય ત્યાં સુધી શુભ કલ્પનારૂપ અંજનપ્રથા શુભરાગની પ્રથા પ્રસિદ્ધ છે.
પરંતુ જ્યારે અનાવરણ એવી શુદ્ધ અવસ્થા હોય ત્યારે તે તે અવલંબનો છૂટી જાય છે. પરંતુ એવી શુદ્ધ દશા ન આવે ત્યાં સુધી જિનપ્રતિમાના ગુણોની સ્વરૂપની સ્તુતિ કરવી તે યોગ્ય છે. સ્વનું ભાન થયા પછી તે ઉપચાર ભલે વ્યર્થ હોય. [८०७] पुण्यपापविनिर्मुक्तं, तत्त्वतस्त्वविकल्पकम् ।
नित्यं ब्रह्म सदा ध्येय-मेषा शुद्धनयस्थितिः ॥ १३० ॥ મૂલાર્થ : પુણ્ય પાપથી રહિત, તત્ત્વથી વિકલ્પ રહિત તથા નિત્ય એવા બ્રહ્મનું સદા ધ્યાન કરવું. એ શુદ્ધનયની સ્થિતિ છે.
ભાવાર્થ શુદ્ધ દ્રવ્યાર્થિકનયના અનુસારે પુણ્યપાપથી સર્વદા રહિત, વાસ્તવિક રીતે શુદ્ધ સ્વભાવરૂપ બ્રહ્મનું ધ્યાન કરવું. તે તે અવસ્થામાં યોગ્ય છે. [tos] માત્રઃ સંવરો નાત્મા વિજ્ઞાનત્તક્ષાઃ |
यत्कर्मपुद्गलादान-रोधावाश्रवसंवरौ ॥ १३१ ॥ (આત્મા અને આશ્રવ-સંવરનો ભેદ)
મૂલાઈ : આત્મા એ આશ્રવ અને સંવરરૂપ પણ નથી. કારણ કે આત્મા વિજ્ઞાનનાં લક્ષણવાળો છે, અને આશ્રવ તથા સંવર કર્મ
૩૯૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org