________________
જ વાસ્તવિક જાણવી. [८०४] मुख्योपचारधर्माणा-मविभागेन या स्तुतिः ।
ર સ વિકસાવાય વિત્વ વવેરવિ . ૧૨૭ | મૂલાર્થઃ મુખ્ય તથા ઉપચારના ધર્મોનો વિભાગ કર્યા વગર જે સ્તુતિ કરવી, તે શિખાઉ કવિની કવિતાની જેમ ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી.
ભાવાર્થ : તેમ પરમાત્માના પુણ્યાતિશયોયુક્ત છત્ર ચામર આદિનો અને પરમાત્માના અનંત ચતુષ્ટયાદિ ગુણધર્મોનો કંઈ પણ ભેદ પાડ્યા વગરની સ્તુતિ ચિત્તને પ્રસન્ન કેવી રીતે કરે ?
જેમ કોઈ શિખાઉ કવિ છંદ કે પ્રાસના મેળ રહિત કવિતા કરે, તો તે શ્રોતાને આનંદ આપતી નથી. તેમ પરમાત્માના જ્ઞાનાદિગુણો અને બાહ્ય પુણ્યાતિશયોના ભેદ વગરની સ્તુતિ પ્રાજ્ઞજનોને કેવી રીતે આનંદ આપે ?
અર્થાત્ પરમાત્માના જ્ઞાનસ્વરૂપનું ધ્યાન તે સાચી સ્તુતિ છે. ૦િ૬] મથામનિવેશન પ્રત્યુતાનર્થરળી |
સુતીવાવ પ્રમાદેર રે ધૃતા || ૧૨૪ / મૂલાર્થ : અન્યથા આગ્રહ વડે કરેલી સ્તુતિ હસ્તમાં પ્રમાદથી ધારણ કરેલી તીક્ષ્ણ ખડધારાની જેમ ઊલટી અનર્થ કરનારી થાય
ભાવાર્થ : અન્યથા એટલે વાસ્તવિક અને ઉપચારીક ધર્મનો ભેદ કર્યા વગરનો આગ્રહ તે કેવળ પોતાના મતનું રક્ષણ કરવાનું અભિમાન છે. વ્યવહાર કે ઉપચારથી થતી સ્તુતિ તે પ્રાથમિક અવસ્થામાં ઉચિત ગણાય ત્યાં મુખ્યતાથી નિશ્ચયની દૃષ્ટિ રાખવી તે અનર્થકારી છે.
જેમ હાથમાં ધારણ કરેલું તીક્ષ્ણ ધારવાળું શસ્ત્ર અસાવધાનપણાથી વિનાશ કરનારું થાય છે. તેમ ઉપચાર સ્તુતિની ભૂમિકાવાળાને મુખ્યભેદ અનર્થકારી છે. નિશ્ચયર્દષ્ટિ તત્ત્વને ગ્રહણ કરતો હોવાથી વ્યવહારસ્તુતિરૂપ શુભ કલ્પનાને નિરર્થક ગણે છે.
આત્માણાનાધિકાર ઃ ૩૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org