________________
ભાવાર્થ : પુણ્ય પાપ રહિત પરમાત્મસ્વરૂપ એવા શુદ્ધાત્માનું ચિંતન એ જ પરમાત્માનું ધ્યાન સ્તુતિ અને ભક્તિ છે. [८०१] शरीररुपलावण्यवप्रच्छत्रध्वजादिभिः ।
वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ મૂલાર્થ : વીતરાગના શરીર, રૂપ, લાવણ્ય, વસ્ત્ર, છત્ર, ધ્વજ વિગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી.
ભાવાર્થ : વીતરાગ સર્વજ્ઞ દેવની સ્તુતિ તેમના ગુણને અનુસરનારી હોય. વળી ભલેને તેમનું શરીર પ્રસ્વેદ રહિત હોય. અત્યંત સૌંદર્યવાન હોય, સમચતુરગ્ન આકૃતિ હોય. છત્ર ધરેલું હોય. આવું કોઈ પણ પ્રકારનું વર્ણન તે વીતરાગની સ્તુતિ નથી. તે વ્યવહાર ક્રિયારૂપ સ્તુતિ છે. [૦૨] ચવદાસ્તુતિઃ સેવે વીતરાત્મવર્ણનામું !
જ્ઞાનારીનાં ગુણાનાં તુ વર્ણના નિશ્ચયસ્તુતિઃ | ૧૨; // મૂલાર્થ : તે સર્વ વ્યવહાર સ્તુતિ જાણવી. અને વીતરાગ આત્માને વિષે વર્તતા જ્ઞાનાદિક ગુણોની જે પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ જાણવી.
ભાવાર્થ : નિશ્ચયવાદી કહે છે કે શરીર કે સમવસરણાદિની સ્તુતિ તે તો માત્ર વ્યવહાર સ્તુતિ છે. વીતરાગ સ્વરૂપ આત્માના અનંતજ્ઞાનાદિકની સ્તુતિ તે તેમની વાસ્તવિક સ્તુતિ છે. [८०३] पुनरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः ।
તત્ત્વતઃ શોર્યાશ્મીર્વ-વિનાત | ૧૨૬ મૂલાર્થઃ નગર વિગેરેનું વર્ણન કરવાથી ઉપચાર વડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે, અને તેના શૌર્ય, ગાંભિર્ય, વૈર્ય વિગેરે ગુણોનું વર્ણન કરવાથી તત્ત્વવડે સ્તુતિ કરી કહેવાય છે.
ભાવાર્થ : જેમ કોઈ રાજાનું વર્ણન કરતાં તેના નગર, મહેલ વિગેરેની સુંદરતાનું વર્ણન તે ઉપચારથી રાજાની સ્તુતિ છે, પણ તેમનું શૂરવીરપણું, ગાંભિયપણું દાતારપણું વિગેરે ગુણોનું વર્ણન તે જ રાજાની સાચી સ્તુતિ છે. તેમ વીતરાગના ગુણોની સ્તુતિ તે
૩૯૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org