________________
કે લાલ નથી. તેમ પુણ્યપાપકર્મના સાક્ષ્ચર્યથી આત્મા સુખી કે દુઃખી કહેવાય. પણ વાસ્તવમાં આત્મા પુણ્યપાપ કે રાગાદિ રહિત શુદ્ધ જ છે. પુણ્ય વડે સુખી અને પાપ વડે દુઃખી નથી. [ ७९८ ] सेयं नटकला तावद् यावद्विविधकल्पना ।
तद्रूपं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥ १२१ ॥ મૂલાર્થ : જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે. ત્યાં સુધી તે આ નટ લોકોની કળા છે. પરંતુ રૂપ કલ્પનાતીત છે. તે તો ક્લ્પના રહિત એવો પુરુષ જુએ છે.
ભાવાર્થ : જ્યાં સુધી નયોની વિભંગ જાળ છે ત્યાં સુધી નટની માયા જેવો આ સંસાર ભાસે છે. અર્થાત્ આત્મા ભવભ્રમણ કરવા વડે પોતાના સ્વરૂપનું પરાવર્તન પામી વિચિત્ર પ્રકારની અવસ્થાઓ પામે છે. છતાં આત્મસત્તાને વિષે રહેલું સર્વ સંગ રહિત આત્મ સ્વરૂપ કલ્પનાતીત છે. તે જ્ઞાનસ્વરૂપ વૈરાગ્યવાળો શુદ્ધ આત્મા જ ગ્રહણ કરે છે.
[ ७९९] कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनाया-मशुक्लाकृष्णमीक्षते ॥ १२२ ॥
મૂલાર્થ : કલ્પનાથી મોહ પામેલો પ્રાણી શુક્લ અને કૃષ્ણને જુએ છે. પણ તે કલ્પનાનો લય થવાથી તે અકૃષ્ણ અને અશુકલને જુએ છે.
ભાવાર્થ : વ્યવહારનયવાળો કલ્પનાથી, રાગાદિથી વ્યાકુળ થયેલો પોતાને ગોરો કે કાળો જુએ છે. કે ઉજ્જ્વળ અને મલિન જુએ છે. પરંતુ જ્યારે તે કલ્પનારહિત થાય છે ત્યારે પોતાને ગોરો કે કાળો ન જોતાં શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જુએ છે.
[ ८०० ] तद्धूयान सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ १२३ ॥ મૂલાર્થ : પુણ્યપાપરહિત જે આત્મસ્વરૂપનું ચિંતન કરવું, તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ કહેલી છે.
Jain Education International
આત્માશાનાધિકાર : ૩૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org