________________
ભાવાર્થ : નયના વિવિધ પ્રકારોથી સામાન્ય જીવ મૂંઝાય કે એક નય આત્માનું શુદ્ધ સ્વભાવરૂપ કર્તુત્વ માને અને એક નય રાગાદિનું અકર્તુત્વ માને, એક આત્માના કેવળ શુદ્ધ સ્વભાવને માને, એક નય રાગાદિ પર્યાયને માને.
નિશ્ચયનય કહે છે, કે નયની ભેદભેદરૂપ કલ્પના ગમે તે હો, પણ તે આત્મામાં વિકાર આપતી નથી. જેમ કોઈ માણસ શુદ્ધ ચાંદીમાં છીપની કલ્પના કરે તો કંઈ ચાંદીમાં છીપના ધર્મનો વિકાર થતો નથી. તેમ શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સર્વભાવનો અકર્તા છે. તેમાં કર્મ રૂપ વિકાર નથી. [७९६] मुषितत्वं यथा पान्थ-गतं पथ्थुपचयते ।
___तथा पुयलकर्मस्था विक्रियाऽऽत्मनि बालिशैः ॥ ११९ ॥
મૂલાર્થ જેમ મુસાફરને વિષે રહેલી ચોરીનો માર્ગનેવિષે ઉપચાર થાય છે. તેમ મૂર્ખજનો પુલકર્મને વિષે રહેલી વિક્રિયાનો આત્માને વિષે ઉપચાર કરે છે.
ભાવાર્થ : માર્ગમાં ગમન કરતાં મુસાફર ચોરોથી લૂંટાઈ જાય ત્યારે માર્ગ લૂંટાયો એમ ઉપચારથી કહેવાય છે. તેમ પુદ્ગલકર્મોની વિક્રિયાને અજ્ઞાની જીવો આત્માને વિકારવાળો કહે છે. અર્થાત હિંસાદિ કરનાર અશુભકર્મથી બંધાયો અને દાન કરનારને શુભકર્મ થયું તેમ ઉપચારથી કહે છે. વાસ્તવમાં માર્ગ લૂંટાયો નથી. મુસાફર લૂંટાયો છે. તેમ આત્મા કર્મથી બંધાયો નથી. કર્મમાં વિકાર થયો
છે.
[૭૧૭] Mઃ શોનો પિ રોપ-નશુઃ ોિ થયા
रक्तो द्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥ १२० ॥ મૂલાર્થઃ જેમ સ્ફટિક મણિ ઉપાધિને લીધે કાળો અથવા રાતો કહેવાય છે. પણ વાસ્તવિક રીતે તે અશુદ્ધ નથી. તે જ રીતે આત્મા પણ પુણ્ય પાપના સંબંધથી રાગી અને દ્વેષી કહેવાય છે.
ભાવાર્થ : સ્ફટિકનો વર્ણ શ્વેત છે. કાળા કે લાલ રંગના સંયોગથી તે કાળો કે લાલ કહેવાય છે. પરંતુ તે વર્ણથી કાળો
૩૮૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org